RajKot : PMJAY માંથી વધુ 15 હોસ્પિટલ સસ્પેન્ડ, તપાસમાં મોટો ખુલાસો થતાં કાર્યવાહી!
- PMJAY માંથી વધુ 15 હોસ્પિટલ સસ્પેન્ડ કરાઇ
- ક્લેમમાં ચેડા, સાધન સામગ્રીનો અભાવ હોવાથી કાર્યવાહી
- સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટે દરોડા પાડી તપાસ કરી હતી
- રાજકોટ, ભાવનગર, ખેડા, બોટાદ, તાપીની હોસ્પિટલનો સમાવેશ
RajKot : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ (Khyati Hospital Scam) બાદ ખોટી રીતે PMJAY નો લાભ લેનારી હોસ્પિટલો સામે સરકારે લાલ આંખ કરી છે. દરમિયાન, PMJAY યોજનામાંથી રાજ્યની વધુ 15 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. ક્લેમમાં ચેડા, સાધન સામગ્રીનો અભાવ સહિતનાં કારણો હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો - Junagadh : મનપા ચૂંટણી માટે BJP એ જાહેર કર્યા ઉમેદવાર, ગિરીશ કોટેચાનાં પુત્રને મળી ટિકિટ, જુઓ યાદી
રાજ્યની વધુ 15 હોસ્પિટલોને PMJAY માંથી સસ્પેન્ડ કરાઈ
અમદાવામાં (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીમાં મેડિકલ કેમ્પ યોજી PMJAY હેઠળ જરૂરિયાત ન હોવા છતાં 19 લોકોની એન્જિયોગ્રાફી કરાઈ હતી. ત્યાર બાદ હૃદયમાં સ્ટેન્ટ મૂકાયા હતા. 19 પૈકી 2 દર્દીનાં મોત થતાં હોબાળો થયો હતો. ત્યાર બાદ ખ્યાતિ હોસ્પિટલનાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આમ, અયોગ્ય રીતે PMJAY લાભ લેનારીઓ હોસ્પિટલ સામે સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન, રાજ્યની વધુ 15 હોસ્પિટલોને PMJAY માંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.
આ પણ વાંચો - Chhota Udepur : એવા ધરતીપુત્ર જે પ્રાકૃતિક ખેતીનાં છે માસ્ટર ટ્રેનર! કૃષિનાં 5 આયામોનું કરે છે વેચાણ
ક્લેમમાં ચેડા, સાધન સામગ્રીનો અભાવ સહિતનાં કારણો હેઠળ કાર્યવાહી
માહિતી અનુસાર, આ 15 હોસ્પિટલો સામે ક્લેમમાં ચેડા, સાધન સામગ્રીનો અભાવ સહિતનાં કારણો હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (State Anti-Fraud Unit) દ્વારા આ હોસ્પિટલમાં દરોડા પાડીને તપાસ કરતા અનેક ક્ષતિઓ સામે આવી હતી. નોંધનીય છે કે, ખ્યાતિકાંડ બાદ PMJAY સાથે જોડાયેલ તમામ હોસ્પિટલની એક બાદ એક તપાસ કરવામાં આવી રહી છે. સસ્પેન્ડ કરાયેલ 15 હોસ્પિટલોમાં રાજકોટ (Rajkot), ભાવનગર, ખેડા, બોટાદ, તાપી, મહેસાણા (Mehsana), અમરેલીની હોસ્પિટલ સામેલ છે.
આ હોસ્પિટલોને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ...
> વેદ હોસ્પિટલ, ખેડા
> આર.એન. વાળા સ્મારક ટ્રસ્ટ હોસ્પિટલ, ગીર સોમનાથ
> ચિત્રા મેડિકલ સેન્ટર, ભાવનગર
> ધી. ધાચી આરોગ્ય મંડળ, અરાવલી
> પરિવાર જનરલ હોસ્પિટલ, ભાવનગર
> સબિહા સાર્વજનિક જનરલ હોસ્પિટલ, બોટાદ
> પ્લસ પ્લસ મલ્ટી હોસ્પિટલ, ભાવનગર
> નવજીવન હોસ્પિટલ, અમરેલી
> કલરવ હોસ્પિટલ, અમરેલી
> શિફા મલ્ટી સ્પેશિયલિટ હોસ્પિટલ, અમદાવાદ
> મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ, કાકરાપાર-તાપી
> મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ, તાપી
> ઓલિમ્પસ હોસ્પિટલ, રાજકોટ
> અનાહટ હાર્ડ ઇન્સ્ટી એન્ડ સ્પે. હોસ્પિટલ, મહેસાણા
આ પણ વાંચો - Banaskantha : વિદેશીઓને લોન અપાવવાનું કહી ખોટા ચાર્જનાં નામે રૂપિયા પડાવતું કોલ સેન્ટર ઝડપાયું