Rajkot : AIIMS માં અભ્યાસ કરતા 22 વર્ષીય વિદ્યાર્થિનીનો આપઘાતનો પ્રયાસ, કારણ ચોંકાવનારું!
- Rajkot માં 22 વર્ષીય મેડિકલ વિદ્યાર્થિનીનો આપઘાતનો પ્રયાસ
- AIIMS માં મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કર્યો પ્રયાસ
- મૂળ છત્તીસગઢની અને રાજકોટમાં PG માં રહે છે વિદ્યાર્થિની
રાજકોટમાં (Rajkot) તબીબનાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર (Saurashtra Kala Kendra) પાસેનાં એક ફ્લેટમાં તબીબ યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. ત્યારે હવે AIIMS માં મેડિકલનો અભ્યાસ કરતી 2 વર્ષીય મેડિકલ વિદ્યાર્થિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. તબીબ બોયફ્રેન્ડ સાથે ઝઘડો થતા પગલું ભર્યું હોવાની આશંકા છે. હાલ, વિદ્યાર્થિનીની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો - Gujarat: હવે CMOનો નકલી અધિકારી પકડાયો, જમીન વિવાદમાં તોડ કરતા ભાંડો ફૂટ્યો
મૂળ છત્તીસગઢની તબીબે કર્યો આપઘાતનો પ્રયાસ
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ AIIMS માં (Rajkot AIIMS) અભ્યાસ કરતી છાત્રાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. મૂળ છત્તીસગઢની અને હાલ રાજકોટનાં જામનગર હાઇવે પર PG માં રહેતી 22 વર્ષીય છાત્રાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. આપઘાત કરતા પહેલા વિદ્યાર્થિનીએ મહિલા હેલ્પલાઇન 181 પર ફોન કરી જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને યુવતીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે ખસેડાઇ હતી.
આ પણ વાંચો - Ahmedabad: પથરીના દર્દીઓ માટે ખુશીના સમાચાર, હવે સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના થશે સારવાર
તબીબ બોયફ્રેન્ડ સાથે ઝઘડો થતા પગલું ભર્યું હોવાની આશંકા
તબીબ યુવતીનાં આપઘાતનાં પ્રયાસ અંગે જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, તબીબ બોયફ્રેન્ડ સાથે કોઈ બાબતે ઝઘડો થતાં તબીબ વિદ્યાર્થિનીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા છે. જો કે, આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. હાલ, વિદ્યાર્થિની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ પણ વાંચો - Ahmedabad: પકોડી સેન્ટરની પાણીપુરીમાંથી જીવાત નીકળી