Rajkot માં એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ, એક મહિલાનું મોત, શું છે કારણ?
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં સ્મિતાબેન ખખરનું મોત થયું છે, જ્યારે દિલીપભાઈ ખખર સહિત બે સભ્યો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવાર વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયો હોવાની પ્રાથમિક આશંકા વચ્ચે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
Advertisement
Rajkot: રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં પરિવારની એક મહિલાનું મોત થયું છે, જ્યારે અન્ય બે સભ્યોને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

