Rajkot Girl Viral Video: પીએમ મોદીને આપી દીધી આવી સલાહ! જુઓ રાજકોટની હનવિકાનો સૌથી ક્યૂટ વીડિયો
- સાડા ત્રણ વર્ષની Rajkot Girl હનવિકા જોશીનો Viral Video
- રાજકોટની દીકરી રાતોરાત બની સોશિયલ મીડિયા સ્ટાર
- સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી રાજકોટની હનવિકા
- PM નરેન્દ્રભાઇ મોદીને સંબોધીને આપ્યો એક ક્યૂટ મેસેજ
- નાનીના ઘરે જવાના છીએ, એટલે ટેન્શન ના લો
Rajkot Girl Viral Video: આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા (Social Media) પર દરરોજ હજારો વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ કેટલીકવાર બાળકોની નિર્દોષતા અને તેમની ક્યૂટ વાતો લોકોના દિલને સ્પર્શી જાય છે. આવો જ એક કિસ્સો ગુજરાતના રાજકોટ (Rajkot) માંથી સામે આવ્યો છે, જ્યાં માત્ર સાડા ત્રણ વર્ષની નાનકડી દીકરી હનવિકા જોશી (Hanvika Joshi) નો એક વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર ટ્રેન્ડ (Trend) થઈ રહ્યો છે. આ બાળકીએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Modi) ને સંબોધીને એક એવો ક્યૂટ મેસેજ આપ્યો છે, જેને જોઈને લોકો તેના પર ઓળઘોળ થઈ રહ્યા છે.
“અમે ફોરેન ટ્રીપમાં નહીં, નાનીના ઘરે જવાના છીએ, એટલે ટેન્શન ના લો”
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં નાનકડી હનવિકા ખૂબ જ માસૂમિયતથી પીએમ મોદીને કહી રહી છે કે, “તમે ટેન્શન ના લો, અમે ફોરેન ટ્રીપ (Foreign Trip) પર નથી જવાના, અમે તો નાનીના ઘરે (Nani's House) જવાના છીએ.” એટલું જ નહીં, બાળકીએ આગળ એવું પણ ઉમેર્યું કે, “અમારું નાનીનું ઘર ફોરેન ટ્રિપ જેવું જ છે!” બાળકીની આ તોતડી ભાષા અને ચહેરાના હાવભાવ એટલા સુંદર છે કે આ વીડિયો જોનારા દરેક વ્યક્તિના ચહેરા પર સ્મિત આવી જાય છે.
Rajkot Hanvika Joshi viral video: રાજકોટની 3.5 વર્ષની હનવિકા જોશીનો વીડિયો વાયરલ
બાળકી PM મોદીને કહી રહી છે “ટેન્શન ના લો”
“અમે ફોરેન ટ્રીપમાં નહીં, નાનીના ઘરે જવાના છીએ”
હનવિકાની નિર્દોષ વાતે લોકોના દિલ જીતી લીધા
સોશિયલ મીડિયામાં વીડિયોને કરોડો વ્યૂઝ મળ્યા
“અમારું નાનીનું ઘર… pic.twitter.com/tBYVodBETY— Gujarat First (@GujaratFirst) May 18, 2026
ઈન્ટરનેટ પર ટ્રેન્ડ થયો આ ક્યૂટ મેસેજ
હનવિકાનો આ વીડિયો ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગયો છે અને અત્યાર સુધીમાં તેને કરોડો વ્યૂઝ (Crores of Views) મળી ચૂક્યા છે. દેશભરમાં લોકો આ વીડિયોને એકબીજા સાથે શેર (Share) કરી રહ્યા છે. નેટીઝન્સ બાળકીની વિચારસરણી અને તેની અદ્ભુત નિર્દોષતાના ભારોભાર વખાણ કરી રહ્યા છે. વેકેશનના માહોલમાં નાનીના ઘરને ફોરેન ટ્રિપ સાથે સરખાવવાની આ બાળકીની સ્ટાઈલે રાજકોટની આ દીકરીને રાતોરાત સોશિયલ મીડિયા સ્ટાર બનાવી દીધી છે.
આ પણ વાંચો: Train Viral Video : ટ્રેનના ટોયલેટમાંથી નીકળ્યા અંગારા ! વીડિયો જોઈ યુઝર્સ સ્તબ્ધ


