Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot: "અમે ત્યાં કપડાં ઉતારવાનું રમતા હતા" 5 વર્ષની બાળકીએ માતાને જે કહી સંભળાવ્યું તે જાણી તમે પણ કંપી જશો!

Rajkot : જેતપુર (Jetpur) પંથકને શર્મશાર કરતી અને અરેરાટી ઉપજાવતી એક ઘટના સામે આવી છે. જેતપુર (Jetpur) ના નવાગઢ વિસ્તારમાં આવેલ સરદારપુર દરવાજા પાસે રહેતા એક પરિવારની 5 વર્ષની ફૂલ જેવી બાળકી પર પાડોશમાં જ રહેતા એક શખ્સે નજર બગાડી દુષ્કર્મ આચરતા ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવને પગલે ઉદ્યોગનગર પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
rajkot   અમે ત્યાં કપડાં ઉતારવાનું રમતા હતા   5 વર્ષની બાળકીએ માતાને જે કહી સંભળાવ્યું તે જાણી તમે પણ કંપી જશો
Advertisement
  • રાજકોટના (Rajkot) જેતપુરના નવાગઢમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ
  • એકલતાનો લાભ ઉઠાવી પાડોશીએ જ આચર્યું દુષ્કર્મ
  • પાડોશમાં જ રહેતા શખ્સે દુષ્કર્મ આચરતા ભારે ચકચાર
  • નાસ્તો આપવાની લાલચ આપી શારીરિક અડપલાં કર્યા
  • બાળકીએ તેની માતાને આપવીતી વર્ણવતા ભાંડો ફૂટ્યો
  • ગણતરીની કલાકોમાં જ હવસખોર હેવાનની ધરપકડ
  • કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Rajkot : જેતપુર (Jetpur) પંથકને શર્મશાર કરતી અને અરેરાટી ઉપજાવતી એક ઘટના સામે આવી છે. જેતપુર (Jetpur) ના નવાગઢ વિસ્તારમાં આવેલ સરદારપુર દરવાજા પાસે રહેતા એક પરિવારની 5 વર્ષની ફૂલ જેવી બાળકી પર પાડોશમાં જ રહેતા એક શખ્સે નજર બગાડી દુષ્કર્મ આચરતા ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવને પગલે ઉદ્યોગનગર પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના (Rajkot) જેતપુરના નવાગઢમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ

પ્રાપ્ત વિગતો અને પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, નવાગઢ વિસ્તારમાં રહેતા પરિવારની પાંચ વર્ષની દીકરી તેના પાડોશમાં રહેતા પરિવારને ત્યાં અવારનવાર રમવા જતી હતી. પાડોશમાં રહેતા વૃદ્ધા અને તેમનો પુત્ર ઘરે રહેતા હતા. ગઈકાલે પણ આ બાળકી ત્યાં રમવા ગઈ હતી, તે સમયે વૃદ્ધા કોઈ કામ સબબ અન્ય મકાને ગયા હોય, ઘરમાં એકલતાનો લાભ ઉઠાવીને વૃદ્ધાના 42 વર્ષીય પુત્ર જીતુ દેવજીભાઈ ભોજાણી નામના શખ્સે બાળકીને નાસ્તો આપવાની લાલચ આપી શારીરિક અડપલાં કરી તેની પર દુષ્કર્મ ગુજાર્યો હતો.

Advertisement

Rajkot- jetpur rape case - Gujarat first

Advertisement

પડોશીએ આચરેલા પાપનો ભાંડો આ રીતે ફૂટ્યો

માસૂમ બાળકી જ્યારે પોતાના ઘરે પરત ફરી ત્યારે તેણે તેની માતાને આપવીતી વર્ણવતા નિર્દોષભાવે જણાવ્યું હતું કે, "અમે ત્યાં કપડાં ઉતારવાનું રમતા હતા.". બાળકીના મુખેથી આ શબ્દો સાંભળતા જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતાએ બાળકીને વિશ્વાસમાં લઈને વધુ પૂછપરછ કરતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.

Rajkot- jetpur rape case - Gujarat first

ગણતરીના કલાકોમાં જ હવસખોર હેવાનની ધરપકડ

પરિવારજનોએ તાત્કાલિક બાળકીને સારવાર અર્થે ખસેડી હતી અને ત્યારબાદ પરિવારજનોએ જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકે દોડી જઈ ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉદ્યોગનગર પોલીસની ટીમે આરોપી જીતુ ભોજાણી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ હવસખોર હેવાનની ધરપકડ કરી લીધી હતી અને પોલીસે કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

Rajkot- jetpur rape case - Gujarat first

આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર

આ બનાવ અંગે માહિતી આપતા પોલીસ અધિક્ષક રોહિત ડોડીયા એ જણાવ્યું હતું કે, ઉદ્યોગનગર સરધારપૂર દરવાજા પાસે બનેલી આ ઘટનામાં ભોગ બનનાર બાળકીના માતાની ફરિયાદના આધારે વિધિવત ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરતા કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પાડોશી ધર્મને લજવતા આ કૃત્યથી સમગ્ર પંથકમાં ફિટકારની લાગણી વરસી રહી છે.

આ પણ વાંચો : Gandhinagar : વિધાનસભામાં અમિત ચાવડા અને જીગ્નેશ મેવાણીની ગેરહાજરીના શું છે સંકેત?

Tags :
Advertisement

.

×