Rajkot: સિવિલ હોસ્પિટલમાં બબાલ વચ્ચે દર્દીનું મોત, ડોક્ટરોની બેદરકારી કે બદલો?
- રાજકોટમાં (Rajkot) ડોક્ટર-યુવકની મારામારી મામલે મોટા સમાચાર
- સિવિલમાં ડોક્ટર અને બ્લડ આપવા આવેલ યુવક વચ્ચે મારામારી
- બંન્નેની બબાલ વચ્ચે સારવારમાં રહેલા નેપાળી યુવકનું મોત
- વિનય થાપા નામના નેપાળી યુવકનું થયું મોત
- નેપાળી યુવક મોત પાછળ જવાબદાર કોણ?
- બ્લડ દેવા આવેલ જયદીપ અને ડોકટર વચ્ચે થઈ મારામારી
- તપાસ સમિતિના રિપોર્ટ કેમ જાહેર નથી થતા?
Rajkot: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને બ્લડ ડોનેટ કરવા આવેલા યુવક વચ્ચે થયેલી મારામારીના કારણે મોટી વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. આ બબાલ વચ્ચે હોસ્પિટલમાં સારવાર હેઠળના નેપાળી યુવક વિનય થાપાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ હોસ્પિટલની વ્યવસ્થા અને ડોક્ટરોની જવાબદારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
બબાલ વચ્ચે સારવારમાં રહેલા નેપાળી યુવકનું મોત
ઘટનાની વિગતો અનુસાર, વિનય થાપા નામના નેપાળી યુવકને ગંભીર બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને તાત્કાલિક બ્લડની જરૂર હતી. આ સમયે બ્લડ ડોનેટ કરવા આવેલા જયદીપ ચાવડા નામના યુવક અને ડોક્ટર વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થયો, જે મારામારીમાં પરિણમ્યો. આ બબાલ વચ્ચે વિનય થાપાની સારવારમાં વિલંબ થયો કે કેમ, તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.
મારામારી પછી ડોક્ટરે ખાર રાખીને યુવકને પૂરતી સારવાર ન આપી?
આ બબાલ વચ્ચે સારવારમાં રહેલા નેપાળી યુવકનું મોત થતા સવાલ ઉઠી રહ્યા છે કે, બ્લડ સમયસર નહીં મળતા મોત તો થયું નથી ને ? મારામારી પછી ડોક્ટરે ખાર રાખીને યુવકને પૂરતી સારવાર ન આપી? મારામારી બાદ શું યુવકને સારવાર તો યોગ્ય મળી હતી ને ?
Rajkot | બંનેની બબાલ વચ્ચે સારવારમાં રહેલા નેપાળી યુવકનું મોત! | Gujarat First
રાજકોટમાં ડોક્ટર-યુવકની મારામારી મામલે મોટા સમાચાર
સિવિલમાં ડોક્ટર અને બ્લડ આપવા આવેલ યુવક વચ્ચે મારામારી
બંન્નેની બબાલ વચ્ચે સારવારમાં રહેલા નેપાળી યુવકનું મોત
વિનય થાપા નામના નેપાળી યુવકનું થયું… pic.twitter.com/kGOqzmOPWl— Gujarat First (@GujaratFirst) January 3, 2026
નેપાળી યુવકના મોત પાછળ જવાબદાર કોણ?
આ ઘટના પછી પોલીસે તપાસ શરૂ કરી છે અને ડોક્ટર તેમજ જયદીપ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે નેપાળી યુવકના મોત પાછળ જવાબદાર કોણ? શું મારામારીને કારણે સારવારમાં અવરોધ આવ્યો? અથવા તો હોસ્પિટલની વ્યવસ્થામાં કમી હતી?
તપાસ સમિતિના રિપોર્ટ કેમ જાહેર નથી થતા?
રાજકોટ સિવિલ હોસ્પિટલ અગાઉ પણ અનેક વિવાદોમાં સપડાઈ છે. અગાઉની ઘટનાઓમાં ડોક્ટરો વિરુદ્ધ ફરિયાદો આવી ત્યારે તપાસ સમિતિઓ રચવામાં આવી હતી, પરંતુ તેમના રિપોર્ટ ક્યારેય જાહેર કરવામાં આવ્યા નથી. ભૂતકાળમાં અનેક વિવાદોમાં હોસ્પિટલે તપાસનું નાટક કર્યું, પરંતુ કાર્યવાહીના નામે કંઈ જ નહીં. આ વખતે પણ તપાસ સમિતિ રચાઈ છે, પરંતુ રિપોર્ટ જાહેર કરવામાં આવશે કે કેમ તે અંગે શંકા છે.આ ઘટનાએ આરોગ્ય વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કર્યા છે.
આ પણ વાંચો: Banaskantha માં ઠાકોર સમાજનું ઐતિહાસિક મહાસંમેલન, એવું શું થશે જે સમાજને બદલી નાખશે!


