Rajkot : જેતપુરમાં તેલથી ભરેલા ટેન્કરે પલટી મારી અને પછી લોકોએ જે કર્યું તે જાણી ચોંકી જશો!
- Rajkot ના જેતપુરમાં ભીડભંજન રોડ પર તેલ ભરેલ ટેન્કરે મારી પલટી
- ટેન્કરે પલટી મારતા લોકોએ તેલ ભરવા કરી પડાપડી
- લોકો તેલનાં ડબ્બા, કેરબા સહિતની વસ્તુઓ લઈને ઉમટ્યા
- જેતપુર તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોકોને અટકાવ્યા
Rajkot : જેતપુરમાં આવેલા ભીડભંજન રોડ (Bhidbhanjan Road) પર તેલથી ભરેલું ભારે ભરખમ ટેન્કર પલટી મારી જતાં તેલ રોડ પર ઢોળાયું હતું. આથી, તેલ ભરવા માટે સ્થાનિક લોકોની પડાપડી જોવા મળી હતી. લોકો ડબ્બા, કેરબા સહિતની વસ્તુઓ લાવીને તેલ ભરતા જોવા મળ્યા હતા. જો કે, ઘટના અંગે જાણ થતાં જેતપુર તાલુકા પોલીસ (Jetpur Taluka Police) બનાવ સ્થળે પહોંચી હતી અને તેલ ભરતા લોકોને અટકાવ્યા હતા.
આ પણ વાંચો - J J Mevada : પૂર્વ પોલીસ અધિકારી કમ રાજકારણી મેવાડા પાસે કરોડોની મિલકત, ACB નથી કરતી કાર્યવાહી
Rajkot ના જેતપુરમાં ભીડભંજન રોડ પર તેલ ભરેલ ટેન્કરે મારી પલટી
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં (Jetpur) આવેલ ભીડભંજન રોડ પર એક તેલ ભરેલું કન્ટેનર રોડની ગોળાઈમાં પલટી મારી ગયું હતું. આ ઘટનાને પગલે રસ્તા પર તેલ ઢોળાઈ ગયું હતું. જે અંગે માલૂમ થતાં સ્થાનિક લોકો તેલ ભરવા માટે દોડી આવ્યા. લોકો હાથમાં ડબ્બા, કેરબા અને અન્ય વાસણો લઈને તેલ ભરવા લાગ્યા હતા. થોડા જ સમયમાં તેલ ભરવા માટે મોટી સંખ્યામાં લોકો આવી જતાં રોડ પર ભારે ભીડ જોવા મળી હતી.
આ પણ વાંચો - સેવન્થ ડે શાળા છોડવા લાગ્યા વિદ્યાર્થીઓ; વાલીઓએ અન્ય શાળામાં પ્રવેશ માટે શરૂ કરી પૂછપરછ
રસ્ત પર તેલ ઢોળાતા લોકો ડબ્બાસ કેરબા લઈ ભરવા માટે આવ્યા
જો કે, જેતપુર તાલુકા પોલીસને Jetpur Taluka Police) આ અંગે જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને તેલ ભરવાથી રોક્યા હતા. જેતપુર પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેલ ભરેલું ટેન્કર પલટી મારી જવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ટેન્કરનાં ડ્રાઇવરને નાની-મોટી ઇજા થઈ હોવાની માહિતી છે.
આ પણ વાંચો - Gujarat Rain: અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો, જાણો ક્યા સૌથી વધુ મેઘમહેર થઇ