Rajkot: નવાગામ વિસ્તારમાં બની કરુણ ઘટના, બંને દીકરીઓની હત્યા બાદ માતાએ કરી આત્મહત્યા
- Rajkot: નવાગામ વિસ્તારમાં આવેલ શક્તિ સોસાયટીમાં બની ઘટના
- બે પુત્રીને ગળે ફાંસો ખાઈ પોતે આત્મહત્યા કરી
- છત ઉપર ખીટીએ ટીંગાઈને માતાએ કર્યો આપઘાત
Rajkot: રાજકોટના નવાગામ વિસ્તારમાં કરુણ ઘટના બની છે. જેમાં બંને દીકરીઓની હત્યા બાદ માતાએ પણ આત્મહત્યા કરી છે. નવાગામ વિસ્તારમાં આવેલ શક્તિ સોસાયટીમાં ઘટના બની છે. બે પુત્રીને ગળે ફાંસો ખાઈ પોતે આત્મહત્યા કરી છે. છત ઉપર ખીટીએ ટીંગાઈને માતાએ આપઘાત કર્યો છે. હત્યા અને આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે.
પોલીસ સ્ટાફ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે
મૃતદેહોને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે. તેમજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે 32 વર્ષીય અસ્મિતાબેન જયેશભાઈ સોલંકીએ પોતાની 7 વર્ષની દીકરી પ્રિયાંશી અને 5 વર્ષની દીકરી હર્ષિતાને નાયલોનની દોરી વડે ગળે ટૂંપો આપી હત્યા નીપજાવી હતી. આ ભયાનક કૃત્ય કર્યા બાદ અસ્મિતાબેને પણ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.
Rajkot: એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત
એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોતથી આસપાસના લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને ગમગીની છવાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ પોલીસ સ્ટાફ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સામૂહિક આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ પણ અકબંધ
પોલીસની પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો હત્યા અને સામૂહિક આપઘાતનો જણાઈ રહ્યો છે, પરંતુ આ સામૂહિક આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ પણ અકબંધ છે. પોલીસે 3 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા મૃતક અસ્મિતાબેનના પતિ જયેશભાઈ સહિત સંબંધીઓના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, અસ્મિતાબેન દ્વારા લખવામાં આવેલી કોઈપણ સુસાઈડ નોટ અથવા અન્ય કોઈ પુરાવા મળે છે કે કેમ, તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટના બનતા સ્થાનિકોમાં શોકને માહોલ છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 14 નવેમ્બર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?