Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Rajkot: જેતપુરમાં કોમી એકતાનું એનોખું દ્રષ્ટાંત, 85 વર્ષના વૃદ્ધે લહેરાવ્યો 250 ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો

રાજકોટમાં કોમી એકતાના અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. જિલ્લાના જેતપુરમાં 85 વર્ષીય નાગરિકે 250 ફૂટ ઊંચી ક્રેન પર રાષ્ટ્રધ્વજ લહેરાવી ૨૫૦ ફૂટ ઊંચી ક્રેન પર તિરંગો લહેરાવ્યો હતો. અને દેશભક્તિની ભાવનાને વૃદ્ધે રજૂ કરી હતી.
rajkot  જેતપુરમાં કોમી એકતાનું એનોખું દ્રષ્ટાંત  85 વર્ષના વૃદ્ધે લહેરાવ્યો 250 ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો
Advertisement
  • Rajkot: કોમી એકતાનું અનોખું ઉદાહરણ
  • નવાગઢમાં સૌથી વધુ ઊંચાઈ પર લહેરાયો રાષ્ટ્રધ્વજ
  • ‘હિન્દુ-મુસ્લિમ એકતા ઝિંદાબાદ’ના નારા ગૂંજ્યા

Rajkot: જિલ્લામાં આવેલા જેતપુર (Jetpur)માં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું. ગઈકાલે ગણતંત્ર દિવસ (Republic Day) ની ઉજવણીમાં હિન્દુ (Hindu) અને મુસ્લિમ (Muslim) સમુદાયના લોકોએ એકસાથે મળીને એકતાની તાકાત બતાવી હતી. જેતપુરના નવાગઢ (Nawagarh) વિસ્તારમાં આજે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન દેશભક્તિ અને કોમી એખલાસનું એક વિરલ દ્રશ્ય જોવા મળ્યું હતું. નવાગઢમાં 85 વર્ષના મુસ્લિમ નાગરિકે અનોખી રીતે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.

Rajkot 01_GUJARAT_FIRST

Advertisement

Rajkot: 250 ફૂટની ઊંચાઈ પર રાષ્ટ્રધ્વજ

85 વર્ષીય ગુલાબભાઈ મોખરે પોતાની 250 ફૂટ ઊંચી ક્રેન (Crane) પર ત્રિરંગો લહેરાવ્યો હતો. અને દેશપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નવાગઢ વિસ્તારમાં રહેતા અને ‘તવક્કલ ક્રેન સર્વિસ’ના નામે વ્યવસાય કરતા ગુલાબભાઈ ખોખરે (Gulabhai Khokhar) નાનપણમાં આઝાદીની લડતને નજરે નિહાળી છે. ઉંમરના આ પડાવે પણ તેમનામાં દેશભક્તિની ભાવના અકબંધ છે.

Advertisement

Rajkot: ગુલાબભાઈએ ગણતંત્ર દિવસની ખુશીથી કરી ઉજવણી

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુલાબભાઈએ પોતાના ઘરને શણગાર્યું હતું. તેમના ઘરમાં કોઈ પર્વ જેવો માહોલ લાગતો હતો. અને 250 ફૂટની ઊંચાઈ પર ભારતનો ઝંડો લહેરાતો જોઈને ઉપસ્થિત સેંકડો દોડી આવ્યા. અને રાષ્ટ્રધ્વજને જોઈને લોકો ભાવવિભોર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ક્રેન પર આટલી ઊંચાઈએ લહેરાવાયેલો આ રાષ્ટ્રધ્વજ ગુજરાતમાં સંભવિત સૌથી ઊંચો હોવાનું મનાય છે.

આ કાર્યક્રમમાં જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા (MLA Jayesh Radadiya) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને ગુલાબભાઈ ખોખરે સાથે મળીને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન કોમી એકતાનું સુંદર ચિત્ર ઉપસી આવ્યું હતું. ખોખર પરિવાર દ્વારા ધારાસભ્યનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

Rajkot 02_GUJARAT_FIRST

દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા આ ધ્વજવંદન (Flag salute) કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ સમૂદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકો તેમજ સામાજિક આગેવાનો જોડાયા હતા. સૌએ સાથે મળીને રાષ્ટ્રગાન ગાયું હતું. અને ૨250 ફૂટ ઊંચે ફરકતા તિરંગાને સલામી આપી હતી. ગુલાબભાઈના આ જુસ્સાને જોઈને લોકોએ તેમને સલામ કરી હતી.

અહેવાલ- હરેશ ભાલિયા

આ પણ વાંચો---- Rajkot: રીબડાના રાજદીપસિંહ જાડેજાએ જેલને 'યુનિવર્સિટી' કેમ ગણાવી?

Tags :
Advertisement

.

×