Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: કાળ બનીને આવેલા ડમ્પરે રાજકોટમાં પિતા-પુત્રીને અડફેટે લીધા!

Rajkot Accident: ટીલાળા ચોક પાસે બેફામ ડમ્પરે બાઇકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 7 વર્ષની માસૂમ બાળકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. ઇજાગ્રસ્ત પિતા ભાવેશભાઈ વખારીયાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. તાલુકા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
rajkot  કાળ બનીને આવેલા ડમ્પરે રાજકોટમાં પિતા પુત્રીને અડફેટે લીધા
Advertisement
  • રાજકોટના ટીલાળા ચોક પાસે ડમ્પરે બાઇકને લીધુ અડફેટે
  • બાઈકને અડફેટે લેતા 7 વર્ષની બાળકીનું ઘટનાસ્થળે મોત
  • બાળકીના પિતા ભાવેશભાઈ વખારીયાને ઇજાઓ પહોંચી

Rajkot Accident: રાજકોટ શહેરના માર્ગો પર બેફામ દોડતા ભારે વાહનો લોકો માટે કાળ સાબિત થઈ રહ્યા છે. રાજકોટના ટીલાળા ચોક (Tilala Chowk) પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક બેફામ ડમ્પરે બાઇક સવાર પિતા-પુત્રી (Father-Daughter) ને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માત (Accident) માં 7 વર્ષની માસૂમ બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે તેના પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

પિતા-પુત્રી બાઈક પર જઈ રહ્યા હતા

રાજકોટના ટીલાળા ચોક પાસેથી ભાવેશભાઈ વખારીયા (Bhavesh Vakharia) પોતાની 7 વર્ષની દીકરી સાથે બાઇક પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ભાવેશભાઈના બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી પિતા-પુત્રી ફગાઈને નીચે પટકાઈ હતી. બાળકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે માસૂમ બાળકીએ પળવારમાં જ દમ તોડી દીધો હતો.

Advertisement

આ પણ વાંચોઃ Rajkot: વડાપ્રધાનના આગમનને લઈ નાયબ મુખ્યમંત્રીની હાઈ લેવલ બેઠક, વાંચો શું થઈ ચર્ચા?

Advertisement

પિતાને હોસ્પિટલમાં દાખલ કરાયા

અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત પિતા ભાવેશભાઈ વખારીયાને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું. ચર્ચા છે કે દંપતિને ત્યા 20 વર્ષ પછીને પુત્રીનો જન્મ થયો હતો.

Rajkot: પોલીસે ડમ્પર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી

બનાવની જાણ થતા જ તાલુકા પોલીસ (Police)નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડમ્પર ચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં સતત વધતા જતા અકસ્માતો અને ભારે વાહનોની અનિયંત્રિત ગતિ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Gandhinagar: ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક ઉછાળો! કોંગ્રેસનો હલ્લાબોલ

આ પણ વાંચોઃ Gir Somnath: ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3ના કરુણ મોત

Tags :
Advertisement

.

×