Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Acid Attack News: માતાએ પુત્રી પર એસિડ ફેંક્યું, હોસ્પિટલ ચોકમાં ખૌફનાક દ્રશ્યો!

Rajkot Acid Attack News: રાજકોટ શહેરમાં એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલ ચોક (Civil Hospital Chowk) વિસ્તારમાં એક માતાએ પોતાની જ પુત્રી પર એસિડ ફેંકતા ચકચાર મચી ગઈ છે.
rajkot acid attack news  માતાએ પુત્રી પર એસિડ ફેંક્યું  હોસ્પિટલ ચોકમાં ખૌફનાક દ્રશ્યો
Advertisement
  • Rajkot માં હૃદયકંપાવનારી એસિડ એટેકની ઘટના
  • હોસ્પિટલ ચોકમાં માતાએ પુત્રી પર એસિડ ફેંક્યું
  • બીજા લગ્નનો અણબનાવ અને ખૌફનાક અંજામ!
  • દાઝેલી પુત્રી જીવ બચાવવા હોસ્પિટલ તરફ દોડી
  • રાજકોટ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી

Rajkot Acid Attack News: રાજકોટ શહેરમાં એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલ ચોક (Civil Hospital Chowk) વિસ્તારમાં એક માતાએ પોતાની જ પુત્રી પર એસિડ ફેંકતા ચકચાર મચી ગઈ છે. બીજા લગ્ન બાદના સાસરિયા પક્ષ સાથેના વિવાદના પગલે આ લોહીયાળ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

Rajkot માં એસિડ એટેકની ધટના આવી સામે

પ્રાપ્ત વિગતો અનુસાર, યુવતી અંજલિ (Anjali) ના બીજા લગ્ન બાદ તેના સાસરિયા સાથે અણબનાવ ચાલી રહ્યો હતો. આ વિવાદના ઉકેલ માટે માતા આશાબેન (Ashaben) દીકરીને તેડવા માટે સાસરે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે બંને માતા-પુત્રી એક ઓટો રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા. રસ્તામાં કોઈ વાતને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

Advertisement

હોસ્પિટલ ચોકમાં માતાનો ક્રૂર અંજામ

ઓટો રિક્ષા જ્યારે સિવિલ હોસ્પિટલ ચોક (Civil Hospital Chowk) પાસે પહોંચી ત્યારે માતા આશાબેને પુત્રી અંજલિ પર એસિડ ફેંક્યું હતું. અચાનક થયેલા આ હુમલાને પગલે અંજલિ ગંભીર રીતે દાઝી ગઈ હતી. જીવ બચાવવા માટે અંજલિ ચીસો પાડતી-પડતી જ નજીક આવેલી હોસ્પિટલમાં દોડી ગઈ હતી. હાલ યુવતીને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવી છે.

Advertisement

પોલીસ તપાસ શરૂ

આ સમગ્ર મામલે રાજકોટ એ ડિવિઝન પોલીસ (Rajkot A Division Police) મથકની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે પુત્રીના નિવેદનના આધારે માતા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જાહેર રસ્તા પર બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચા અને આક્રોશ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Rajkot Accident News: ગોંડલ નજીક 62 મુસાફરો ભરેલી બસ ખાડામાં ખાબકી, બગદાણાથી પરત ફરતા યાત્રાળુઓને નડ્યો અકસ્માત

Tags :
Advertisement

.

×