Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : અનિરૂદ્ધસિંહ જાડેજા બાદ હવે જયરાજસિંહ જાડેજાની વધશે મુશ્કેલીઓ!

આ વાઇરલ ઓડિયો ક્લિપમાં જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja) સામે સુપ્રીમમાં જવાની તૈયારી અને કાગળો તૈયાર રાખવાનો ઉલ્લેખ છે.
rajkot   અનિરૂદ્ધસિંહ જાડેજા બાદ હવે જયરાજસિંહ જાડેજાની વધશે મુશ્કેલીઓ
Advertisement
  1. Rajkot નાં ગોંડલનાં રાજકારણમાં ફરી એકવાર ગરમાવો!
  2. અનિરૂદ્ધસિંહ જાડેજા બાદ જયરાજસિંહ જાડેજાની વધી શકે મુશ્કેલીઓ
  3. જયરાજસિંહના ઉલ્લેખ સાથેની કથિત ઓડિયો ક્લીપ વાઇરલ

Rajkot : રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં (Gondal) રીબડાનાં અનિરુદ્ધસિંહ જાડેજા (Anirudhsinh Jadeja) બાદ હવે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. એક કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે, જેમાં જગદીશ સાટોડિયા વકીલ સાથે વાતચીત કરી રહ્યા હોવાનો દાવો કરાયો છે. આ વાઇરલ ઓડિયો ક્લિપમાં જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja) સામે સુપ્રીમમાં જવાની તૈયારી અને કાગળો તૈયાર રાખવાનો ઉલ્લેખ છે. અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ થયા બાદ હવે આ ઓડિયો ક્લિપ વાઇરલ થતાં ચર્ચાનો માહોલ જામ્યો છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) આ વાઇરલ ઓડિયોની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો - Ahmedabad Police : દિવાળી પૂર્વે અમદાવાદ શહેર પોલીસમાં મોટા ફેરફાર!

Advertisement

Advertisement

Rajkot ગોંડલનાં જયરાજસિંહ જાડેજાની વધી શકે મુશ્કેલીઓ

રાજકોટ જિલ્લાના (Rajkot) ગોંડલ તાલુકામાં ફરી એકવાર રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગોંડલનાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની ફરી એકવાર મુશ્કેલીઓ વધી શકે છે. ગોંડલનાં બહુચર્ચિત નિલેશ રૈયાણી હત્યાકાંડમાં જયરાજસિંહ હાલ જામીન પર બહાર છે. પરંતુ, તાજેતરમાં તેમના નામ સાથે જોડાયેલી એક કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ (Viral Audio Clip) થઈ છે. આ ક્લિપમાં ફરિયાદીનાં ભાઈ જગદીશ સાટોડિયા અને કોઈ વકીલ વચ્ચેની કથિત વાતચીતમાં જયરાજસિંહ સામે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) જવાની તૈયારી અને કાગળો તૈયાર રાખવાનો ઉલ્લેખ છે.

આ પણ વાંચો - Gondal : ચોંકાવનારી ઘટના! મોબાઇલમાં રીલ્સ જોતા મેડિકલ સ્ટોરનાં માલિકે રૂ.1.01 કરોડ ગુમાવ્યાં!

જયરાજસિંહ જાડેજા સામે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારીનો ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ!

માહિતી અનુસાર, જયરાજસિંહ જાડેજા સામે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) જવાની તૈયારી અને કેસનાં કાગળો તૈયાર રાખવાનો વાઇરલ ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ કરાયો છે. નોંધનીય છે કે, આ વાઇરલ ઓડિયો ક્લિપ અનિરુદ્ધસિંહ જાડેજાની (Anirudhsinh Jadeja) તાજેતરની સજા માફી રદ થયા પછી સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ચર્ચાઓનો માહોલ જામ્યો છે. આ વાઇરલ ઓડિયો ક્લિપ મામલે હવે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે. જોકે, 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First News) આ વાઇરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો - BJP MLA દિનેશ કુશવાહને મત વિસ્તાર બાપુનગરથી ગાંધીનગર સુધી ભારતની સૌથી લાંબો ભૂર્ગભ રોડ બનાવો છે

Tags :
Advertisement

.

×