Rajkot Ahmedabad Highway Heavy Traffic Jam: વાહનોની કલાકો લાંબી લાઈનો, મુસાફરો ગરમીમાં તોબા પોકારી ઉઠ્યા
Heavy Traffic Jam: રાજકોટ-અમદાવાદ હાઈવે (Rajkot-Ahmedabad Highway) પર ચાલી રહેલા રોડના કામ અને ડાયવર્ઝન (Diversion) ના કારણે વાહનોની ગતિ થંભી ગઈ છે. ટ્રકો અને ભારે કન્ટેનરોના અતિશય ધસારાને લીધે હાઈવે પર કિલોમીટરો લાંબો ટ્રાફિકજામ (Traffic Jam) સર્જાયો છે, જેનાથી મુસાફરો અને વાહનચાલકો ભારે પરેશાન થયા છે.
Advertisement
Rajkot Ahmedabad Highway : ગુજરાતના બે મુખ્ય મહાનગરોને જોડતા રાજકોટ-અમદાવાદ હાઈવે (Rajkot-Ahmedabad Highway) પર આજે વહેલી સવારથી જ કલાકો સુધી ભારે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ છે. હાઈવે પર વાહનોની કિલોમીટરો લાંબી કતારો જોવા મળી રહી છે, જેના કારણે વીકેન્ડમાં પ્રવાસ કરી રહેલા હજારો વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ ટ્રાફિકજામ (Traffic Jam) એટલો ગંભીર છે કે નાના વાહનોથી લઈને મોટા ગુડ્સ વ્હીકલ કલાકો સુધી એક જ જગ્યાએ અટવાઈ પડ્યા છે અને હાઈવે પર વાહનોની ગતિ સંપૂર્ણપણે થંભી ગઈ છે.

