Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot News: 8 વર્ષ જૂના હત્યા કેસનો પર્દાફાશ, ઠેકેદારની ક્રૂરતાનો ફૂટ્યો ભાંડો, ઘટના જાણી હચમચી જશો

રાજકોટમાં 8 વર્ષ પહેલા આજી નદીના પટમાંથી બાળકનું માથું મળવાના વણઉકેલ્યા કેસનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. હત્યાનો આરોપી કોલકાતાનો ઠેકેદાર અંજન માઝી ઉર્ફે આઝમ માઝી હોવાનું બહાર આવ્યું છે. આરોપી હાલ કોલકાતા જેલમાં બંધ છે. પોલીસે ટેકનિકલ પુરાવા અને ડીએનએ રિપોર્ટના આધારે તપાસ પૂર્ણ કરી છે. ટૂંક સમયમાં ટ્રાન્સફર વોરંટથી આરોપીને રાજકોટ લાવી વધુ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
rajkot news  8 વર્ષ જૂના હત્યા કેસનો પર્દાફાશ  ઠેકેદારની ક્રૂરતાનો ફૂટ્યો ભાંડો  ઘટના જાણી હચમચી જશો
Advertisement

Rajkot Murder Mystery: રાજકોટમાં 8 વર્ષ પહેલા આજી નદીના પટમાંથી બાળકનું માથું મળી આવવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં મોટી સફળતા મેળવતા હત્યા કરનાર કોલકાતાના ઠેકેદાર અંજન માઝી ઉર્ફે આઝમ માઝીની ઓળખ કરી લીધી છે. આરોપી હાલ કોલકાતા જેલમાં બંધ છે. પોલીસ હવે ડીએનએ રિપોર્ટના આધારે આરોપીને ટ્રાન્સફર વોરંટથી રાજકોટ લાવી વધુ તપાસ હાથ ધરશે.

ગૂઢ રહસ્ય પરથી ઉઠ્યો પડદો

રાજકોટના 8 વર્ષથી વણઉકેલ્યા રહેલા આ ગંભીર કેસમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે અત્યંત સંવેદનશીલતા અને તકેદારી સાથે તપાસ પૂર્ણ કરી છે. આઠ વર્ષ અગાઉ આજી નદીના પટમાં ધડ વગરનું માથું મળી આવતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. લાંબા સમયથી મૃતકની ઓળખ મેળવવી પોલીસ માટે એક મોટો પડકાર હતો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે પોલીસે આખરે આ કેસના આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી છે.

Advertisement

ઠેકેદારની ક્રૂરતાનો ભાંડો ફૂટ્યો

તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે, હત્યાનો મુખ્ય આરોપી કોલકાતાનો ઠેકેદાર અંજન માઝી ઉર્ફે આઝમ માઝી છે. આરોપી બાળકોને બાળમજૂરી કરાવવાના ઈરાદે કોલકાતાથી રાજકોટ લઈ આવ્યો હતો. આ દરમિયાન તેણે એક નિર્દોષ બાળકની હત્યા કરી નાખી હતી. પોલીસે અગાઉ 19 બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવ્યા હતા, જે આ કેસની તપાસમાં મહત્વનો વળાંક સાબિત થયો હતો.

Advertisement

ડીએનએ રિપોર્ટ બાદ કાયદાકીય કાર્યવાહી

હાલમાં આરોપી અંજન માઝી અન્ય ગુનામાં કોલકાતાની જેલમાં સજા ભોગવી રહ્યો છે. રાજકોટ પોલીસે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે, જેમાં મૃતક બાળક અને તેના પરિવાર વચ્ચે ડીએનએ મેચિંગ કરવાની કાર્યવાહી ચાલુ છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડીએનએ રિપોર્ટ આવતા જ ટ્રાન્સફર વોરંટ દ્વારા આરોપીને રાજકોટ લાવવામાં આવશે અને આ ક્રૂર હત્યાકાંડની કડીઓ જોડવામાં આવશે.

ન્યાયની આશામાં પરિવાર

જ્યારે આ બાળક પોતાના પરિવારને લાંબા સમયથી મળ્યું ન હતું, ત્યારે આ મામલો ફરી એકવાર પ્રકાશમાં આવ્યો હતો. પોલીસની સતર્કતા અને લાંબા સમયની મહેનત બાદ આ હત્યાનો મામલો હવે ઉકેલની આરે છે. મૃતકના પરિવારજનોને હવે ન્યાયની આશા છે. ટૂંક સમયમાં જ આરોપીને રાજકોટ લાવીને પોલીસ ઘટનાનું પુનરાવર્તન અને પૂછપરછ કરશે, જેથી હત્યા પાછળના તમામ કારણો સ્પષ્ટ થઈ શકે.

આ પણ વાંચોઃ Amreli News: જમીન માટે મોટા ભાઈએ નાના ભાઈને પતાવી દીધો, જાણો મામલો

Advertisement

.

×