Rajkot: સગીરા સાથે વૃદ્ધે જાહેરમાં અડપલાં કર્યા!, વીડિયો વાયરલ થતાં...!
- Rajkot શહેરને શર્મસાર કરતી ઘટના સામે આવી
- વિકૃત વૃદ્ધે સગીરા સાથે જાહેરમાં કર્યા અડપલા
- સોશિયલ મીડિયામાં વિકૃત વૃદ્ધનો વીડિયો વાયરલ
- વીડિયો રાજકોટના મવડી વિસ્તારનો હોવાની શક્યતા
- વીડિયોના આધારે માલવિયાનગર પોલીસે તપાસ કરી શરૂ
- વીડિયોમાં દેખાઇ રહેલા વૃદ્ધના કૃત્યથી ચોતરફ ફિટકાર
Rajkot viral video:રાજકોટ શહેરમાંથી માનવતા અને મર્યાદાને નેવે મૂકતી એક અત્યંત શર્મસાર ઘટના સામે આવી છે. મળતી જાણકારી અનુસાર શહેરના મવડી વિસ્તાર (Mavadi area) માં એક વૃદ્ધે (Old man) સગીરા (Minor girl) સાથે જાહેરમાં અડપલાં કર્યા હોવાનો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થયો છે. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો આ વિકૃત વૃદ્ધ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. બીજી તરફ આરોપીની પોલીસે ધરપકડ કરી હોવાની વિગતો સામે આવી રહી છે.
વૃધ્ધની શરમજનક હરકત!
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વૃદ્ધ વ્યક્તિ ધોળા દિવસે જાહેર રસ્તા પર એક માસૂમ સગીરા સાથે નિર્લજ્જ અડપલાં કરી રહ્યો છે. આ વીડિયો રાજકોટ (Rajkot) ના પોશ ગણાતા મવડી વિસ્તારનો હોવાનું કહેવાઈ છે. વૃદ્ધની આ હરકત કોઈએ કેમેરામાં કેદ કરી લીધી હતી, જે બાદ આ વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો. વીડિયોમાં દેખાતા દ્રશ્યો એટલા વિચલિત કરનારા છે કે જોનારા દરેક વ્યક્તિ ફિટકાર વરસાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Rajkot: 'મામા ભાગી છૂટ્યા, ભાણેજ ફસાઈ ગયો', બિહારી યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો
Rajkot: પોલીસ તપાસ હાથ ધરી તપાસ
આ ગંભીર મામલો પોલીસના ધ્યાને આવતા જ માલવિયાનગર પોલીસ સ્ટેશન (Malviyanagar Police Station) દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે આરોપી વૃધ્ધની ધરપકડ કરી છે.
રાજકોટ શહેરને શર્મસાર કરતી ઘટના સામે આવી
વિકૃત વૃદ્ધે સગીરા સાથે જાહેરમાં કર્યા અડપલા
સોશિયલ મીડિયામાં વિકૃત વૃદ્ધનો વીડિયો વાયરલ
વીડિયો રાજકોટના મવડી વિસ્તારનો હોવાની શક્યતા
વીડિયોના આધારે માલવિયાનગર પોલીસે તપાસ કરી શરૂ
વીડિયોમાં દેખાઇ રહેલા વૃદ્ધના કૃત્યથી ચોતરફ ફિટકાર
ગુજરાત… pic.twitter.com/9FEmdzddKc— Gujarat First (@GujaratFirst) December 20, 2025
લોકોમાં ભારે રોષ
શહેરમાં દિન-પ્રતિદિન વધતા જતા આવા વિકૃત કિસ્સાઓએ વાલીઓની ચિંતામાં વધારો કર્યો છે. આ ઘટનાથી 'રંગેલું રાજકોટ' શર્મસાર થઈ રહ્યું છે. લોકોએ આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
(નોંધ: ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી)
આ પણ વાંચોઃ Gandhinagar: વિદ્યાર્થીઓની હાજરી ઓછી હશે તો ગ્રાન્ટ કપાશે, ગ્રામ્ય વિસ્તારમાં 40 ટકાથી ઓછી હાજરી હશે તો...!


