Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : ગૃહ રાજ્યમંત્રીને એક ઇ-મેઈલ કરવાથી રાજકોટનાં મહિલાની સમસ્યાનું થયું સમાધાન

માત્ર એક ઇ-મેઇલથી અમીષાબેનની સમસ્યાનું નિવારણ આવ્યું છે. અમીષાબેને ગૃહ રાજ્યમંત્રીનો આભાર માન્યો હતો.
rajkot   ગૃહ રાજ્યમંત્રીને એક ઇ મેઈલ કરવાથી રાજકોટનાં મહિલાની સમસ્યાનું થયું સમાધાન
Advertisement
  1. ગૃહ રાજ્યમંત્રીને એક ઇ-મેઈલ કરવાથી સમસ્યાનું થયું સમાધાન (Rajkot)
  2. રાજકોટમાં અમીષાબેન વૈદ્યની સમસ્યાનું આવ્યું નિરાકરણ
  3. ડિજિટલ મીડિયાનાં સંચાલકે 5 લાખની ખંડણી માગી હોવાનો આરોપ
  4. સંચાલકે ગેરકાયદેસર બાંધકામને લઈ ખંડણી માગી હોવાનો આક્ષેપ

Rajkot : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને (Harsh Sanghvi) એક મેઈલ કરવાથી રાજકોટનાં અમીષાબેન વૈદ્યની સમસ્યાનું સમાધાન આવ્યું છે. ડિજિટલ મીડિયાનાં (Digital Media) સંચાલકે ગેરકાયદેસર બાંધકામને લઈ ખંડણી માગી હતી. જે બાબતે ગૃહ રાજ્યમંત્રીને ઇ-મેઇલ થકી રજૂઆત કરી હતી. માત્ર એક ઇ-મેઇલથી અમીષાબેનની સમસ્યાનું નિવારણ આવ્યું છે. અમીષાબેને ગૃહ રાજ્યમંત્રીનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો - kutch : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 26 મેએ ભુજની મુલાકાતે, હિલવ્યુથી પ્રિન્સ રેસીડેન્સી સુધી યોજાશે રોડ શો

Advertisement

Advertisement

ડિજિટલ મીડિયાનાં સંચાલકે 5 લાખની ખંડણી માગી હોવાનો આરોપ

અમીષાબેન વૈદ્યે (Amishaben Vaidya) જણાવ્યું કે તેઓ રાજકોટમાં (Rajkot) રહે છે અને તેમના પતિ બિલ્ડર છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી ડિજિટલ મીડિયાનાં સંચાલક દ્વારા ગેરકાયદેસર બાંધકામને લઈને ખંડણી માગી તેમને હેરાન કરવામાં આવતા હતા. આ અંગે અમીષાબેને ગૃહ રાજ્યમંત્રીને ઇ-મેઇલ કરીને રજૂઆત કરી હતી. અમીષાબેન વૈદ્યે જણાવ્યું કે, 'મેં ગૃહ રાજ્યમંત્રીને આ મામલે રજૂઆત કરી અને તાત્કાલિક નિરાકરણ આવ્યું છે. હું ગૃહ રાજ્યમંત્રીનો આભાર માનું છું કે મારી સમસ્યા સાંભળી અને તાત્કાલિક નિરાકરણ આવ્યું.'

આ પણ વાંચો - Vadtal Dham માં રવિસભા શતાબ્દીની ભવ્ય ઉજવણી કરાઈ, 5000 કિલો દ્રાક્ષનો અન્નકુટ ધરાવાયો

ગૃહ રાજ્યમંત્રીને એક ઇ-મેઈલ કરવાથી સમસ્યાનું થયું સમાધાન

અમીષાબેન વૈદ્યે વધુમાં જણાવ્યું કે, 'મારી પાસે બાંધકામનાં પ્રશ્નને લઈ ભારત હેડલાઇનનાં સંચાલક દ્વારા 5 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરાઈ હતી. જે બાબતે મેં ગૃહ રાજ્યમંત્રીને ઇ-મેઇલ કર્યો હતો. જો કે, કોઈ પણ ધક્કા ખાધા વગર સમસ્યાનો ઉકેલ આવ્યો છે.' આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, 'રાજકોટનાં પરિવારની સમસ્યાનું એક ઇ-મેઈલથી થયું સમાધાન. ટેકનોલોજીની મદદથી લોક સમસ્યાનાં નિવારણ માટે અમે કટિબદ્ધ છીએ.'

આ પણ વાંચો - Government Job : ઉમેદવારો ધ્યાન આપો..! મહેસૂલી તલાટીની ભરતી અંગે આવ્યા અગત્યનાં સમાચાર

Tags :
Advertisement

.

×