Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot News: 'અભયમ્'નું માનવતાભર્યું કાર્ય, યાદશક્તિ ગુમાવી બેઠેલા વૃદ્ધાને કરાવ્યું દીકરી સાથે મિલન

રાજકોટમાં રસ્તો ભૂલી ગયેલા યાદશક્તિની બીમારીથી પીડિત એક વૃદ્ધા માટે 181 અભયમ્ ટીમ દેવદૂત બની હતી. જાગૃત નાગરિકની જાણકારી બાદ ઘટનાસ્થળે પહોંચેલી ટીમે કાઉન્સિલિંગ કરીને અને સતત પ્રયાસો દ્વારા વૃદ્ધાને તેમના દીકરીના ઘર સુધી સુરક્ષિત પહોંચાડ્યા હતા. પરિવારે અભયમ્ ટીમની ત્વરિત કામગીરી અને સંવેદનશીલતા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
rajkot news   અભયમ્ નું માનવતાભર્યું કાર્ય  યાદશક્તિ ગુમાવી બેઠેલા વૃદ્ધાને કરાવ્યું દીકરી સાથે મિલન
Advertisement

Rajkot News: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ કાર્યરત 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન સંકટમાં મૂકાયેલા મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તાજેતરમાં રાજકોટ શહેરમાં 181અભયમ્ ટીમે માનવતાવાદી અભિગમ દાખવી, રસ્તો ભૂલી ગયેલા એક યાદશક્તિની બીમારીથી પીડિત વૃદ્ધાનું તેમની દીકરીના પરિવાર સાથે મિલન કરાવ્યું છે.

વૃદ્ધા મૂળ વિંછીયા વિસ્તારના રહેવાસી

રાજકોટ શહેરમાં એક અજાણ્યા વૃદ્ધ મહિલા મુંઝવણ સાથે રડતી હાલતમાં જોવા મળ્યા હતા. આ જોઈને એક જાગૃત નાગરિકે તાત્કાલિક 181 મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કરી તેમના વિશે જાણ કરી હતી. કોલ મળતાની સાથે જ અભયમ્ ટીમ વિલંબ કર્યા વિના ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાઉન્સિલરે રડી રહેલા માજીને સૌ પ્રથમ સાંત્વના આપી હતી. ત્યારબાદ વયસ્ક મહિલા પાસેથી તેમના પરિવારની વિગતો મેળવવા માટે કાઉન્સિલિંગ શરૂ કર્યું હતું. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, આ વૃદ્ધા મૂળ વિંછીયા વિસ્તારના રહેવાસી છે અને રાજકોટમાં રહેતી પોતાની દીકરીના ઘરે આવવા નીકળ્યા હતા પરંતુ અજાણ્યા શહેરમાં તેઓ રસ્તો ભૂલી ગયા હતા. તેમની પાસે મોબાઈલ ફોન પણ નહોતો અને તેમને પરિવારના કોઈ સભ્યનો ફોન નંબર પણ યાદ નહોતો.

Advertisement

માજી યાદશક્તિ સંબંધિત બીમારીથી પીડિત

વૃદ્ધાને તેમની દીકરીના ઘરના વિસ્તારનું થોડું-ઘણું સરનામું યાદ હોવાથી 181 ની ટીમે માજીને સાથે રાખીને એ વિસ્તારમાં તપાસ આદરી હતી. સતત પ્રયાસોના અંતે ટીમે બાની દીકરીનું ઘર શોધી કાઢવામાં સફળતા મેળવી હતી અને માજીને સુરક્ષિત રીતે પરિવારને સોંપ્યા હતા. પરિવારજનો સાથેની વાતચીતમાં ખ્યાલ આવ્યો કે, માજીની ઉંમર વધુ હોવાથી તેઓ યાદશક્તિ સંબંધિત બીમારીથી પીડિત છે અને તેમની સારવાર પણ ચાલી રહી છે. અગાઉ પણ તેઓ આવી રીતે નીકળી ગયા હોવાનું પરિવારે જણાવ્યું હતું. અભયમ્ ટીમે પરિવારને આવી સંવેદનશીલ સ્થિતિમાં માજીની વિશેષ કાળજી રાખવા, સમયસર દવાઓ આપવા અને તેઓ ક્યારેય એકલા ન પડે તે માટે ખાસ દેખરેખ રાખવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Advertisement

 181 અભયમ્ બની સંકટમોચક

પોતાના સ્વજનને હેમખેમ પાછા મેળવીને ભાવુક બનેલા પરિવારે 181 અભયમ્ હેલ્પલાઇન સેવાની ત્વરિત કામગીરી અને સંવેદનશીલતા બિરદાવી, ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આમ 181 અભયમ્ સેવા મહિલાઓને માત્ર સુરક્ષા જ નથી આપતી પરંતુ આવા અસહાય અને સંકટ સમયમાં પણ ‘અભય’ કવચ પૂરું પાડી રહી છે.

આ પણ વાંચોઃ Rajkot News: બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર પહેલા વિવાદનો વંટોળ, પુરુષોતમ પીપળીયાને મળી ધમકી

Tags :
Advertisement

.

×