Rajkot : સિરિયલ કિલર અને તાંત્રિક સામે વધુ એક ગુનો દાખલ, મદદ કરનાર અન્ય એક આરોપી પણ ઝબ્બે
- Rajkot માં સિરિયલ કિલર અને તાંત્રિક નવલસિંહ ચાવડા વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ
- ધાર્મિક વિધિના બહાને માતા-પિતા અને પુત્રની કરી હતી હત્યા
- રાજકોટ જિલ્લા પોલીસે જીગર ગોહિલને ઝડપી પાડ્યો
Rajkot માં સિરિયલ કિલર અને તાંત્રિક નવલસિંહ ચાવડા વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ થયો છે. આરોપીએ 12 જેટલી હત્યાઓ કરી હતી. આ 12 પૈકી 4 હત્યા માત્ર એક જ પરિવારનાં વ્યક્તિઓની કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે આરોપી નવલસિંહ ચાવડા વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન બાદ રાજકોટ ગ્રામ્યનાં પડધરી પોલીસ સ્ટેશન (Paddhari Police Station) ખાતે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પડધરી પોલીસ દ્વારા ત્રણ-ત્રણ વ્યક્તિઓની હત્યામાં નવલસિંહ ચાવડાનો સાથ આપનારા જિગર ગોહિલ નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પૂછપરછમાં જિગર ગોહિલે કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હોવાનું સામે આવ્યું છે.
તાંત્રિકની મદદ કરનારા જિગર ગોહિલની ધરપકડ કરાઈ
રાજકોટ ગ્રામ્ય SP હીમકર સિંહ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ (Rajkot ) શહેરનાં B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભગવતી પરામાં રહેતા મુકાસમ પરિવારનાં સભ્યો સુરેન્દ્રનગરનાં (Surendranagar) વઢવાણ ખાતે ભુવા તરીકે પ્રખ્યાત નવલસિંહ ચાવડામાં ખૂબ જ આસ્થા ધરાવતા હતા. પરિવારજનો છેલ્લા કેટલાય સમયથી આર્થિક સંકળામણ પણ અનુભવતા હતા. માર્ચ-2024 માં મુકાસમ પરિવારની દીકરી નગમા ગાયબ થઈ જતાં પરિવાર પોતાની દીકરીની શોધખોળમાં લાગ્યો હતો. તો સાથ જ તેઓ નવલસિંહ ચાવડા પાસે દીકરી પાછી આવી જાય તે માટે તાંત્રિક વિધિ પણ કરાવતા હતા. પરંતુ, પરિવાર જ્યારે નવલસિંહ પાસે (Navalsinh Chavda Case) તાંત્રિક વિધિ કરાવી રહ્યો હતો ત્યારે તેમને ખ્યાલ પણ નહોતો કે, તેમની જે દીકરી માટે તેઓ નવલસિંહ પાસે તાંત્રિક વિધિ કરાવી રહ્યા છે તે દીકરીની હત્યા નવલસિંહ જ અગાઉ પોતાની પત્ની, પોતાના ભાણેજ તેમ જ પોતાનાં દૂરનાં સગા જિગર ગોહિલ સાથે મળીને કરી ચૂક્યો છે. નગમાની હત્યા કરી તેના લાશનાં ટુકડે ટુકડા કરી તેને મોરબી જિલ્લાનાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાડો ખોદીને દાંટી દેવામાં આવ્યા હતા
પરિવારને તાંત્રિક વિધિનાં બહાને જેતપુર ખાતે લઈ ગયો હતો
નગમા મુકાસમનાં પિતા કાદર મુકાસમ પોતાની દીકરીનો પત્તો ન લાગતાં નવલસિંહ ચાવડાને કહેતા હતા કે, મારે પોલીસમાં જાણ કરવી છે. ત્યારે, નવલસિંહ ચાવડાને ડર હતો કે, જો નગમા મુકાસમ ગુમ થયા બાબતની તપાસ પોલીસ કરશે તો ક્યારેકને ક્યારેક પોલીસ તેના સુધી પણ પહોંચી શકે તેમ છે. પોતાના સુધી ક્યારેય પોલીસ પહોંચે જ નહીં તેના માટે નવલસિંહ ચાવડા દ્વારા એક પ્લાન બનાવવામાં આવ્યો હતો. જે પ્લાન અંતર્ગત તેણે કાદર મુકાસમ અને તેના પરિવારને જેતપુર (Jetpur) વિસ્તારમાં આવેલી એક દરગાહ ખાતે તાંત્રિક વિધિ કરવા માટે લઈ ગયો હતો. તો સાથે જ મુકાસમ પરિવારનાં સભ્યોને વિશ્વાસ પણ અપાવ્યો હતો કે, તમારી ગુમ થયેલી દીકરી પાછી આવી જશે અને આર્થિક સંકળામણ પણ દૂર થઈ જશે. ઉપરાંત, દીકરા આસિફનું સગપણ પણ થઈ જશે.
આ પણ વાંચો - Ahmedabad : રખિયાલમાં અસામાજિક તત્વોનાં આતંક મામલે પોલીસકર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી!
પ્રસાદનું કહી ઝેરી દવા પીવડાવી આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો
ત્યાર બાદ 21 મે-2024 ના રોજ જેતપુર ખાતે તાંત્રિક વિધિ પૂર્ણ કર્યા બાદ નવલસિંહ ચાવડા મુકાસમ પરિવારનાં સભ્યોને રાજકોટ (Rajkot) ગ્રામ્યનાં પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાવ્યો હતો. જ્યાં, રામપર ગામનાં જંગલ વિસ્તારમાં સાંજ પડી જતાં પ્રસાદ છે તેમ કહી ઝેરી દવા પીવડાવી બનાવ આત્મહત્યામાં ખપાવી દીધો હતો. તો સાથે જ અગાઉથી પ્લાન કર્યા મુજબ, પોતાની સાથે ચોટિલાથી એક કાગળ લઈને આવ્યો હતો, જેમાં પરિવાર આર્થિક સંકળામણનાં કારણે આત્મહત્યા કરી હોય તેમ જ આત્મહત્યા કરવા પાછળ કોઈનો હાથ ન હોય તેવું લખાણ લખ્યું હતું, જેથી પોલીસે પણ પ્રાથમિક તબક્કે પરિવારનાં ત્રણેય સભ્યોની આત્મહત્યા પાછળ અન્ય કોઈ જ વ્યક્તિ જવાબદાર ન હોવાનું જણાઇ આવ્યું હતું.
અહેવાલ : ગૌતમ ભેડા, રાજકોટ
આ પણ વાંચો - Bharuchમાં સગીરા સાથે દુષ્કર્મને લઈ સૌથી મોટો ઘટસ્ફોટ