Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : વધુ એક મહિલા પોલીસકર્મીનો આપઘાત, ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે.
rajkot   વધુ એક મહિલા પોલીસકર્મીનો આપઘાત  ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું
Advertisement
  1. Rajkot માં વધુ એક મહિલા પોલીસકર્મીનો આપઘાત
  2. હરસિદ્ધિ ભારડિયાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું
  3. આજીડેમ પોલીસ સ્ટેશનમાં બજાવતા હતા ફરજ
  4. ઘરકંકાસનાં લીધે આપઘાત કર્યો હોવાનું અનુમાન

Rajkot : રાજકોટમાં વધુ એક મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો હોવાની ચકચારી ઘટના બની છે. આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. ઘરકંકાસનાં લીધે આપઘાત કર્યો હોવાના પ્રાથમિક અનુમાન છે. અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલા પોલીસકર્મીનું મોત નીપજ્યું છે. આ મામલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલનું પ્રેરણાદાયી પગલું, સહપરિવાર સફાઈ દૂતો સાથે કર્યું ભોજન

Advertisement
Advertisement

Rajkot માં મહિલા પોલીસકર્મીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

રાજકોટમાં (Rajkot) વધુ એક મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો હોવાનો હચમચાવે એવો બનાવ બન્યો છે. માહિતી અનુસાર, 28 વર્ષીય હરસિદ્ધિબેન ભારડીયા આજીડેમ પોલીસ સ્ટેશનમાં (Ajidem Police Station) મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. જો કે, ગત 8 સપ્ટેમ્બરનાં રોજ તેમણે ઝેરી પાવડર ખાઈ જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદની (Ahmedabad) હોસ્પિટલામાં તેમની સારવાર ચાલી રહી હતી. જો કે, સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે.

Advertisement

આ પણ વાંચો - મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી, ACB Gujarat એ 13 હજારના પગારદારને 32 હજારની લાંચ લેતા પકડ્યો

ઘરકંકાસનાં લીધે આપઘાત કર્યો હોવાનું અનુમાન

પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક મહિલા પોલીસકર્મી હરસિદ્ધિ ભારડીયાનાં પતિ કોઈ કામધંધો ન કરતા હોવાથી અવારનવાર બંને વચ્ચે ઝઘડાઓ થતાં હતા. ઘણા સમયથી ચાલી રહેલા ઘર કંકાસથી કંટાળીને આખરે મહિલા પોલીસકર્મી હરસિદ્ધિ ભારડીયા આપઘાત કરવાનું નક્કી કર્યું હતું. આ મામલે પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -  Surat : AAP નાં આ કોર્પોરેટર સામે અધધ...અપ્રમાણસર મિલકતનો કેસ!

Tags :
Advertisement

.

×