Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા વર્ષની પ્રથમ પરીક્ષામાં જ બેદરકારી સામે આવી
- Rajkot: આ પહેલા પણ અનેક વખત પેપરો લેવામાં છબરડા કર્યા
- બી.કોમ. સેમ.1 માં ઓપ્શનલ પેપર 25 ને બદલે 50 માર્કનું ધાબડી દીધુ
- નવા વર્ષની શરૂઆતની પ્રથમ પરીક્ષામાં જ બેદરકારી સામે આવી
Rajkot: પરીક્ષા લેવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે. આ પહેલા પણ અનેક વખત પેપરો લેવામાં છબરડા કર્યા હતા. બી.કોમ. સેમ.1 માં ઓપ્શનલ પેપર 25 ને બદલે 50 માર્કનું ધાબડી દીધુ છે. તેમાં વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવતા નવું પેપર તાત્કાલિક આપવામાં આવ્યું હતુ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા વર્ષની શરૂઆતની પ્રથમ પરીક્ષામાં જ બેદરકારી સામે આવી છે.
બી.કોમ. સેમ.1 માં કુલ 17470 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે
બી.કોમ. સેમેસ્ટર -1 ના આજે 22 જાન્યુઆરીના પર્સનાલિટી ડેવલોપમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન સ્કીલના ઓપ્શનલ પેપરમાં છબરડા થયા છે. 50 માર્કનું પેપર હતુ અને 25 માર્કનું પેપર આવતા તમામ વિદ્યાર્થીઓની સાથે અધ્યાપકો પણ મૂંઝાયા હતા. યુનિવર્સિટીના પેપર સેટરની ભૂલ હોવાનું સામે આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લોગો વિનાના પ્રશ્નપત્રો છે તે કોલેજને ઈમેલથી મોકલવામાં આવ્યા હતા. કોલેજના આચાર્ય દ્વારા ફરી વખત પ્રશ્નપત્રોની પ્રિન્ટ આઉટ કાઢી વિદ્યાર્થીઓને આપવી પડી હતી. વિદ્યાર્થીઓનું અડધો કલાક સમય બગડતા પેપર લખવા માટે વધુ સમય આપવામાં આવ્યો છે. તેમજ બી.કોમ. સેમ.1 માં કુલ 17470 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે.
Rajkot: અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન છબરડા થયા
અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન છબરડા થયા છે. જેમાં જામનગરની કોલેજનું બેઠું પેપર આપી દેવાના વિવાદને કારણે યુનિવર્સિટીએ તે પરીક્ષા રદ કરવી પડી હતી. તેમજ રદ કરાયેલા પેપરની ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી. જોકે, પરીક્ષા વિભાગની બેદરકારીને કારણે આ ફરીથી લેવાયેલી પરીક્ષામાં એ જ પેપર કોલેજોને મેઇલ દ્વારા મોકલી દેવામાં આવ્યું હતું.
2200 જેટલા વિદ્યાર્થીઓનો અડધો કલાક બગડ્યો
આ ભૂલ અલગ-અલગ ત્રણથી ચાર કોલેજોના સંચાલકોના ધ્યાનમાં આવતાં તેમણે તાત્કાલિક પરીક્ષા વિભાગને જાણ કરી હતી. સદનસીબે, કોલેજના સંચાલકોને પેપર વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે પહેલાં જ ભૂલની જાણ થઈ ગઈ હતી. જોકે, આ છબરડાના કારણે આશરે 2200 જેટલા વિદ્યાર્થીઓનો અડધો કલાક બગડ્યો હતો. કોલેજોની જાણ બાદ પરીક્ષા વિભાગ દ્વારા તાત્કાલિક નવું પેપર મેઇલ દ્વારા મોકલવામાં આવ્યું હતું, જેના પછી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે લેવાઈ શકી હતી.
આ પણ વાંચો: Gujarat: મોદીજી મને ભારત બોલાવી લો, પાકિસ્તાનથી પરિણીતાએ કરી વિનંતી


