Rajkot : શું તમે Pizza ખાવાના શોખીન છો? તો આ સમાચાર ખાસ વાંચો
- રાજકોટવાસીઓ લા પિનોઝ પીત્ઝા ખાતાં પહેલા ચેતી જજો
- પિત્ઝામાંથી વંદો નીકળતા ભોજનની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ
- બ્રાન્ડેડના નામે પૈસા વસુલતા રેસ્ટોરાંની બેદરકારી
- લા પિનોઝ પિત્ઝામાં વંદો નીકળતા ઉઠ્યા સવાલો
- ગ્રાહક દિલીપભાઈના પિત્ઝામાં વંદો જોવા મળ્યો
પિત્ઝામાં વંદો નીકળતા સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ
ખોરાકમાંથી જીવાત નિકળવાનો સિલસિલો યથાવત છે. ખાસ કરીને વાત કરીએ પિત્ઝાની તો મોટી મોટી કંપનીના પિત્ઝામાંથી જીવાત અને વંદા નીકળતા હોય છે. આવી જ એક ઘટના રાજકોટમાં બનવા પામી છે. જ્યાં પિત્ઝામાંથી વંદો નીકળ્યો છે.
પીત્ઝા ખાતાં પહેલા સાવધાન રહેજો
ખોરાકમાંથી જીવાત નિકળવાનો સિલસિલો યથાવત છે. ખાસ કરીને વાત કરીએ પિત્ઝાની તો મોટી મોટી કંપનીના પિત્ઝામાંથી જીવાત અને વંદા નીકળતા હોય છે. તો હવે પીત્ઝા ખાતાં પહેલા સાવધાન રહેજો કારણ કે, પીત્ઝામાંથી જીવજંતુઓ નીકળવાની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ઓનલાઇન પીત્ઝા મંગાવો કે પીઝા સેન્ટરમાં જઈને પીત્ઝા ખાઓ તમારા પીઝામાંથી જીવજંતુઓ તો નીકળશે. માત્ર પીઝા જ નહી, અન્ય વાનગીઓમાં પણ જીનજંતુ નીકળવાની ઘટનાઓ સામે આવતી જ રહે છે. તો આવી જ એક ઘટના રાજકોટમાં બનવા પામી છે, જ્યા લા પિનોઝ પીત્ઝામાંથી વંદો નીકળ્યો છે.
ઘટનાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ
કહેવાય છે કે, રાજકોટવાસીઓ અવનવી વાનગીઓ ખાવાના શોખીન હોય છે. ત્યારે આવા જ એક રાજકોટના રહેવાસી દિલીપભાઈ એક રેસ્ટોરન્ટમાં લા પિનોઝ પીઝા ખાવા પહોંચ્યા હતા. પરંતુ તેમના મંગાવેલા પીઝામાં વંદો જોવા મળ્યો હતો. પીઝામાં વંદો જોઈ દિલીપભાઈ પણ ચોંકી ઉઠ્યા હતા. આ ઘટનાનો દિલીપભાઈએ ફોટો લઈ લીધો અને તે સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો. જેથી આવી બેદરકારી રાખી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓ ચેતી જાય.
આ પણ વાંચો: Rajkot: શાપરમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર વિવાદમાં આવ્યું, અગ્નિકાંડ સર્જાય તેવો Video Viral
રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી
બ્રાન્ડેડના નામે પુષ્કળ પૈસા વસુલતા રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવતા ખોરાકની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે. આવી અનેક ઘટનાઓ બન્યા છતા પૈસા કમાવાની હોડમાં વોપારીઓ બેદરકારી દાખવતા જણાય છે, જે લોકોના સ્વાસ્થ્ય સાથે સરાસર ચેડા છે. વાનગીઓમાં આ રીતે જીવજંતુ નીકળવાની ઘટનાઓથી લોકોએ વિચારવુ પડશે કે હવે બહારના રેસ્ટોરન્ટમાં ખાવુ કે નઈ ?
લોકોના સ્વાસ્થય સાથે ચેડા
બ્રાન્ડેડના નામે પુષ્કળ પૈસા વસૂલીને લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરવામાં આવે છે. અગાઉ પણ આજ પ્રકારે પિત્ઝામાં વંદો પીરસવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. સુરતમાંથી પિત્ઝામાં વંદો નીકળવાની ઘટના બની હતી. એક દંપતી પિત્ઝા ખાવા માટે એક રેસ્ટોરન્ટમાં પહોંચ્યું હતું. ત્યારે પિત્ઝામાંથી વંદો નીકળતા હોબાળો મચી ગયો હતો. તેમણે આ ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો અને ગણતરીના સમયમાં જ આ વીડિયો વાયરલ થયો હતો.
આ પણ વાંચો: Gondal : ખંઢેર મકાનમાંથી અર્ધબળેલી લાશ મળી, હત્યા કે આત્મહત્યા ? રહસ્ય અકબંધ