Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot: બાળકી રડી તો મોઢું દબાવ્યું! 60 વર્ષિય વૃદ્ધે માસૂમ સાથે કરી શરમજનક હરકત

રાજકોટના સરધાર નજીક 60વર્ષના દેવા અજાગિયાએ 10 વર્ષની બાળકીને 10 રૂપિયાની લાલચ આપી અડપલા કર્યા હતા. બાળકી રડવા લાગતા તેનું મોઢું દબાવી દેવાયું હતું. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી નરાધમની ધરપકડ કરી છે અને તેની સામે પોક્સો (POCSO) સહિતની કડક કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
rajkot  બાળકી રડી તો મોઢું દબાવ્યું  60 વર્ષિય વૃદ્ધે માસૂમ સાથે કરી શરમજનક હરકત
Advertisement
  • Rajkot ના સરધાર પાસે 60 વર્ષના વૃદ્ધે લખણ ઝળકાવ્યા
  • 60 વર્ષના વૃદ્ધનો 10 વર્ષની માસૂમ પર દુષ્કર્મનો પ્રયાસ
  • 10 ની નોટની લાલચ આપી માસૂમ સાથે કર્યા અડપલા

Rajkot: રાજકોટના સરધાર (Sardhar) નજીક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 60 વર્ષના એક વૃદ્ધે શરમની તમામ મર્યાદાઓ ઓળંગી દીધી છે. દેવા લઘરા અજાગિયા (Laghara Ajagiya) નામના નરાધમે 10 વર્ષની એક માસૂમ બાળકીને નિશાન બનાવી હતી. આ વૃદ્ધે બાળકીને માત્ર 10 રૂપિયાની નોટની લાલચ આપી પોતાની પાસે બોલાવી હતી અને ત્યારબાદ તેની સાથે અડપલા (Molestation) કરવાનો પ્રયાસ કર્યો હતો. સમાજમાં સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કરતી આ ઘટનાએ સ્થાનિક પંથકમાં ભારે રોષ જગાડ્યો છે.

બાળકીની બહાદુરી અને નરાધમની ક્રૂરતા

મળતી જાણકારી અનુસાર આ માસૂમ બાળકીને પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ, ત્યારે તેણે જોરશોરથી રડવાનું શરૂ કર્યું હતું. બાળકીનો અવાજ દબાવવા માટે નરાધમ દેવા અજાગિયાએ અત્યંત ક્રૂરતાપૂર્વક તેનું મોઢું દબાવી દીધું હતું. જોકે, બાળકીના પ્રતિકાર અને સમગ્ર મામલો બહાર આવતા પરિવારજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.

Advertisement

પોલીસની કાર્યવાહી

આ ચકચારી ઘટનાની જાણ થતા જ રાજકોટ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે.  આરોપી દેવા લઘરા અજાગિયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો પ્રયાસ અને ખાસ કરીને પોક્સો (POCSO Act) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચોઃ Vav-Tharad: પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવકનું Kidnapping, પરિવાર મૂકાયો ચિંતામાં, જાણો મામલો

Tags :
Advertisement

.

×