Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Gold Fraud: ગ્રાહકોને બતાવવા સોનું લીધું ને થઈ ગયો રફુચક્કર! કરોડપતિ ઠગ ફિલ્મી સ્ટાઈલમાં પકડાયો

Avix Jewellers Private Limited: રાજકોટની 'એવિક્સ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ'માંથી ગ્રાહકોને બતાવવાના બહાને રૂ. 1.29 કરોડનું તૈયાર સોનું લઈ ફરાર થઈ ગયેલા અમદાવાદના આરોપી ગોપાલ સોનીને માલવિયાનગર પોલીસે ચોક્કસ બાતમીના આધારે ગોવામાંથી ઝડપી પાડ્યો છે. જ્વેલર્સની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધીને આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.
rajkot gold fraud  ગ્રાહકોને બતાવવા સોનું લીધું ને થઈ ગયો રફુચક્કર  કરોડપતિ ઠગ ફિલ્મી સ્ટાઈલમાં પકડાયો
Advertisement

Rajkot Gold Fraud: અમદાવાદ ના ગોપાલ સોનીને ગોવામાંથી ઝડપી પાડ્યો
આરોપી જ્વેલર્સ ની દુકાનમાં છેતરપિંડી આચરી સોનુ લઈ ગયો હતો
એવિક્સ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ માંથી ગ્રાહકોને બતાવવા માટે તૈયાર દાગીના લઈ ગયો હતો
માલવિયાનગર પોલીસે બાતમીના આધારે આરોપીને ગોવામાંથી ઝડપી પાડ્યો

Rajkot Gold Fraud: રાજકોટ શહેરમાં ગુનાખોરી અને આર્થિક છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે રાજકોટ પોલીસને એક મોટી સફળતા મળી છે. રાજકોટના જાણીતા વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત જ્વેલર્સની દુકાનમાંથી રૂપિયા 1.29 કરોડની કિંમતના સોનાના દાગીનાની છેતરપિંડી આચરી ફરાર થઈ ગયેલા આરોપીને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. અમદાવાદ (Ahmedabad) ના રહેવાસી એવા આરોપી ગોપાલ સોની (Gopal Soni) ને માલવિયાનગર પોલીસે (Malaviyanagar Police) ચોક્કસ બાતમીના આધારે ગોવા (Goa) થી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

ગ્રાહકોને બતાવવાના બહાને આચરી છેતરપિંડી

આ ઘટનાની વિગત એવી છે કે, આરોપી ગોપાલ સોનીએ રાજકોટની 'એવિક્સ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ' (Avix Jewellers Private Limited) નામની પેઢીને પોતાનો શિકાર બનાવી હતી. આરોપી જ્વેલર્સની દુકાને ગયો હતો અને ત્યાંથી ગ્રાહકોને બતાવવા માટે તૈયાર રાખવામાં આવેલા કિંમતી સોનાના દાગીના પોતાની સાથે લઈ ગયો હતો. કરોડોની કિંમતનું સોનું મેળવી લીધા બાદ આરોપી લાંબો સમય સુધી પરત આવ્યો ન હતો. જ્વેલર્સના સંચાલકોએ સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં કોઈ યોગ્ય જવાબ ન મળતા આખરે તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.

Advertisement

માલવિયાનગર પોલીસનું સફળ ઓપરેશન

રૂપિયા 1.29 કરોડની છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા જ ભારે ચકચાર મચી ગઈ હતી. એવિક્સ જ્વેલર્સ દ્વારા આ અંગે રાજકોટના માલવિયાનગર પોલીસ મથક (Malaviyanagar Police Station) માં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોના નેટવર્કની મદદથી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી છેતરપિંડી કર્યા બાદ અન્ય રાજ્યમાં ભાગી ગયો છે અને હાલ ગોવામાં છુપાયેલો છે. બાતમી મળતા જ માલવિયાનગર પોલીસની એક વિશેષ ટીમ ગોવા રવાના થઈ હતી અને ત્યાં સફળ દરોડો પાડીને આરોપી ગોપાલ સોનીને ઝડપી લીધો હતો. હાલ પોલીસ આરોપીને રાજકોટ લાવીને સોનાના દાગીના રિકવર કરવા અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં સઘન પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો: Rajkot Gold Smuggling: કરોડોની ચાંદી બાદ હવે રૂ. 9 કરોડનું સોનું! છત્તીસગઢ-ઓડિશા બોર્ડર પરથી રાજકોટના 3 યુવકો ઝડપાયા

Tags :
Advertisement

.

×