Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot News: બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર પહેલા વિવાદનો વંટોળ, પુરુષોતમ પીપળીયાને મળી ધમકી

રાજકોટમાં આગામી 5, 6 અને 7 જૂનના રોજ યોજાનાર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પૂર્વે વિવાદ સર્જાયો છે. કાર્યક્રમનો વિરોધ કરનાર અને સવાલો ઉઠાવનાર પુરુષોતમ પીપળીયાને અજાણ્યા શખ્સો દ્વારા ધમકી મળી છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દો ગરમાયો છે, ત્યારે પીપળીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ ધર્મના નામે ચાલતા દેખાડા સામે લડત ચાલુ રાખશે અને કોઈનાથી ડરશે નહીં.
rajkot news  બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર પહેલા વિવાદનો વંટોળ  પુરુષોતમ પીપળીયાને મળી ધમકી
Advertisement

Rajkot News: રાજકોટમાં આગામી 5, 6 અને 7 જૂનના રોજ બાબા બાગેશ્વર ઉર્ફે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ છે, પરંતુ બીજી તરફ કાર્યક્રમના આયોજન અને બાબાની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવનાર લોકો પણ સક્રિય થયા છે. આ ઘટનાક્રમ વચ્ચે કાર્યક્રમ પહેલા જ વિવાદે જોર પકડ્યું છે, જેમાં હવે ધમકીઓનો સિલસિલો શરૂ થતા પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે.

પુરુષોતમ પીપળીયાને મળી ધમકી

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનો વિરોધ કરનાર અને સતત સવાલો ઉઠાવનાર જાણીતા સામાજિક કાર્યકર પુરુષોતમ પીપળીયાને ધમકી આપવામાં આવી છે. તેમને કથિત રીતે ધમકીભર્યા મેસેજ અને ફોન કોલ્સ મળ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે રાજકોટના સામાજિક અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. કાર્યક્રમના આયોજકો અને વિરોધ કરનાર પક્ષો સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું છે.

Advertisement

સોશિયલ મીડિયા પર વળતો પ્રહાર

ધમકી મળ્યા બાદ પુરુષોતમ પીપળીયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપનારાઓને જવાબ આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે, "ભલે હું શારીરિક રીતે અશક્ત છું, પરંતુ માનસિક રીતે અત્યંત સશક્ત છું." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "ધર્મના નામે થતા ધતિંગ અને અંધશ્રદ્ધાના વિરોધ માટે મને કોઈ રોકી શકશે નહીં."

Advertisement

આ પણ વાંચોઃ Rajkot News: હથોડીના ઘા ઝીંકી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી, પતિ શા માટે બન્યો હત્યારો?

Tags :
Advertisement

.

×