Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Bedi Market Yard: રાજકોટમાં માવઠાનો માર, બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો જથ્થો પાણીમાં તણાયો, વીડિયો વાયરલ

કુદરત જ્યારે કોપે છે ત્યારે માનવીની તમામ ગણતરીઓ ઊંધી વળે છે. રાજકોટના જાણીતા બેડી માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે કંઈક આવું જ દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં આકાશી આફત બનીને તૂટી પડેલા કમોસમી વરસાદે વેપારીઓ અને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. ગુજરાત ફર્સ્ટની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને આ સ્થિતિનું નિરીક્ષણ કર્યું, ત્યારે સામે આવેલા દ્રશ્યો હૃદયદ્રાવક હતા. જ્યાં શેડ નીચે સુરક્ષિત મનાતી મગફળી પણ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયેલી જોવા મળી હતી.
rajkot bedi market yard  રાજકોટમાં માવઠાનો માર  બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો જથ્થો પાણીમાં તણાયો  વીડિયો વાયરલ
Advertisement
  • Rajkot Bedi Market Yard: રાજકોટમાં માવઠાથી નુકસાન
  • બેડી માર્કેટયાર્ડમાં મગફળીનો જથ્થો પલળી ગયો
  • વેપારીઓની ખરીદેલી મગફળી પર વળ્યું પાણી
  • આર્થિક નુકસાનનો અંદાજ
  • 150 ગુણી મગફળીનો કચ્ચરઘાણ
  • શેડમાં રાખેલો જથ્થો પણ તણાયો
  • વાયરલ વીડિયોમાં કેદ થઈ તબાહી, સોશિયલ મીડિયા પર ઘટનાની ભારે ચર્ચા
  • બેડી માર્કેટ યાર્ડની વ્યવસ્થાઓ સામે ઉઠ્યા સવાલો

Rajkot Bedi Market Yard: રાજકોટ (Rajkot) શહેરમાં આવેલા અચાનક વાતાવરણના પલટા અને કમોસમી વરસાદને (Unseasonal Rain) કારણે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) માં મોટું નુકસાન થયું છે. રાજકોટના પ્રસિદ્ધ બેડી માર્કેટ યાર્ડમાં (Bedi Market Yard) માવઠાના કારણે મગફળીનો મોટો જથ્થો પલળી ગયો છે. ગુજરાત ફર્સ્ટની ટીમે આ ઘટના બાદ ગ્રાઉન્ડ ઝીરો (Ground Zero) પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, જેમાં વરસાદી પાણીના પ્રવાહમાં મગફળીની ગુણીઓ તણાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

Tags :
Advertisement

.

×