Rajkot : લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા
- જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ મેદાનમાં જ યોજાશે
- અટલ સરોવરમાં માર્ગ એન્ડ મકાન વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો
- આ વર્ષે લોક મેળો રેશકોર્ષ મેદાનમાં જ યોજાશે તેમ RNB એ જણાવ્યું
Rajkot : રાજકોટના લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ મેદાનમાં જ યોજાશે. અટલ સરોવરમાં માર્ગ એન્ડ મકાન વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો છે. તેમજ સર્વે બાદ કલેક્ટરને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. અટલ સરોવર પાસે જગ્યા ઉબડખાબડ અને પોલાણવાળી હોવાથી મેળાનું નહીં થઈ શકે આયોજન તેમ RNBએ જણાવ્યું છે. તેમજ જમીનને સમથળ કરવા માટે લાંબો સમય લાગી શકે છે. આ વર્ષે લોક મેળો રેશકોર્ષ મેદાનમાં જ યોજાશે તેમ RNB એ જણાવ્યું છે.
જમીન સમથળ કરવા માટે સરકાર પાસે 12 કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી
જમીન સમથળ કરવા માટે સરકાર પાસે 12 કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી છે. જેમાં RNB દ્વારા રિપોર્ટ કલેકટરને સોંપવામાં આવ્યો છે. ધારાસભ્ય દર્શિતા શાહે પણ અટલ સરોવરમાં મેળો યોજવા માટે રજૂઆત કરી હતી. જોકે મેળો ખસેડવા માટે રાજકીય પ્રેશર હોવાની ચર્ચા છે. બાળકોથી માંડીને વડીલો સુધી બધા લોકો મેળાની આતુરતાથી રાહ જોતા હોય છે. તો આ વર્ષે 2025માં જન્માષ્ટમીનો મેળો રાજકોટના રેસકોર્ષ મેદાનમાં યોજાવા જઈ રહ્યો છે. મેળામાં અનેક ખાણી-પીણીના સ્ટોલ, કોસ્મેટિકના સ્ટોલ, રમકડાના સ્ટોલ, તેમજ રાઈડ્સ જોવા મળે છે. રંગીલા રાજકોટમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે 1983થી લોકમેળો યોજવામાં આવે છે. આ લોકમેળો રાજકોટની ઓળખ બની ગયો છે.
શરૂઆતથી શાસ્ત્રી મેદાનમાં યોજાતા મેળાની જનમેદનીમાં વધારો થશે
શરૂઆતથી શાસ્ત્રી મેદાનમાં યોજાતા મેળાની જનમેદનીમાં વધારો થવાને કારણે 2003થી રેસકોર્સ મેદાન ખાતે યોજવામાં આવે છે. તેમજ રાજકોટમાં યોજાનાર જન્માષ્ટમીનો લોકમેળો સૌરાષ્ટ્રભરમાં પ્રચલિત છે. દર વર્ષે તંત્ર દ્વારા મેળાના નામકરણ માટે રાજકોટની જનતાને જોડવામાં આવી હતી. જેમાં તમામ શહેરીજનો દ્વારા તેમની પસંદગીનું નામ મોકલવામાં આવેલ છે. રાજકોટ શહેરમાં ભરાતો સૌરાષ્ટ્રનો લોકમેળો દેશ વિદેશમાં પણ ખુબ જ પ્રખ્યાત છે.