Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Rajkot: ગોંડલના રાજકુમાર જાટના અપમૃત્યુ કેસમાં મોટા સમાચાર

રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના અપમૃત્યુ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં SITનો તપાસ રિપોર્ટ હાઇકોર્ટના રેકોર્ડમાં સુપ્રત કરવામાં આવ્યો છે. તેમાં SP પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં ટીમે તપાસ રિપોર્ટ સુપ્રત કર્યો છે. ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ રિપોર્ટ આવતા સપ્તાહ આવશે. તથા ગણેશ ગોંડલ બાદ લક્ઝરી બસના ડ્રાઇવરનો નાર્કો ટેસ્ટ કરાશે. કેસમાં સંબધિત CCTV રીટ્રાઈવની પ્રક્રિયા ચાલુ હોવાનો કોર્ટમાં ઉલ્લેખ છે.
rajkot  ગોંડલના રાજકુમાર જાટના અપમૃત્યુ કેસમાં મોટા સમાચાર
Advertisement
  • Rajkot: SITનો તપાસ રિપોર્ટ હાઇકોર્ટના રેકોર્ડમાં સુપ્રત કરવામાં આવ્યો
  • SP પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં ટીમે તપાસ રિપોર્ટ સુપ્રત કર્યો
  • ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ રિપોર્ટ આવતા સપ્તાહ આવશે

Rajkot: રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના અપમૃત્યુ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં SITનો તપાસ રિપોર્ટ હાઇકોર્ટના રેકોર્ડમાં સુપ્રત કરવામાં આવ્યો છે. તેમાં SP પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં ટીમે તપાસ રિપોર્ટ સુપ્રત કર્યો છે. ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ રિપોર્ટ આવતા સપ્તાહ આવશે. તથા ગણેશ ગોંડલ બાદ લક્ઝરી બસના ડ્રાઇવરનો નાર્કો ટેસ્ટ કરાશે. કેસમાં સંબધિત CCTV રીટ્રાઈવની પ્રક્રિયા ચાલુ હોવાનો કોર્ટમાં ઉલ્લેખ છે. હાઇકોર્ટમાં કેસની આગામી સુનાવણી 7 જાન્યુઆરીએ હાથ ધરાશે. રાજકુમાર જાટના પરિજનોએ હાઇકોર્ટમાં ન્યાય માંગતા SITની રચના થઇ છે.

જાણો સમગ્ર માહિતી

રાજકુમાર જાટ અપમૃત્યુ કેસની તપાસ માટે રચવામાં આવેલી SITના અધ્યક્ષ અને સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક (SP) પ્રેમસુખ ડેલુ દ્વારા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવા માટે અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસની ગંભીરતા અને રહસ્યમય સંજોગોને ધ્યાનમાં રાખીને, SITને આ કેસની સાચી હકીકતો જાણવા માટે આ ટેસ્ટ જરૂરી લાગ્યો હતો. કોર્ટમાં સુનાવણી દરમિયાન ગણેશ જાડેજાએ આ નાર્કો ટેસ્ટ કરાવવા માટે પોતાની સહમતી આપી હતી. આ સહમતીને ધ્યાનમાં લઈને અદાલતે નાર્કો ટેસ્ટની મંજૂરીને ગ્રાહ્ય રાખી છે.

Advertisement

Advertisement

Rajkot: શું છે નાર્કો ટેસ્ટ ?

નાર્કો ટેસ્ટ એ એક ફોરેન્સિક તપાસ પદ્ધતિ છે, જેમાં વ્યક્તિને 'સોડિયમ પેન્ટોથલ' નામનું 'ટ્રુથ સીરમ' ઇન્જેક્ટ કરવામાં આવે છે. આ સીરમની અસર હેઠળ વ્યક્તિ અર્ધ-બેભાન અવસ્થામાં પહોંચી જાય છે, જેનાથી તેના માટે ખોટું બોલવું મુશ્કેલ બની જાય છે. ચકચારી રાજકુમાર જાટ કેસમાં લાંબા સમયથી હત્યા અને અકસ્માત વચ્ચેનો ભેદ ઉકેલાયો નથી.

નાર્કોટેસ્ટ જટિલ બની રહેલા આ કેસમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે

કોર્ટની મંજૂરી બાદ ગણેશ ગોંડલનો નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. આ ટેસ્ટ ફોરેન્સિક લેબોરેટરીમાં નિષ્ણાતોની હાજરીમાં કરવામાં આવ્યો અને તેના રિપોર્ટ પરથી સમગ્ર કેસમાં મોટો ખુલાસો થવાની સંભાવના છે. સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં રહેલા આ કેસની તપાસમાં SP પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં SITની નિષ્પક્ષ કામગીરી પર સૌની નજર ટકેલી છે. આ નાર્કોટેસ્ટ જટિલ બની રહેલા આ કેસમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: Gujarat: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સરકાર હસ્તક કરવામાં આવી, જાણો શું છે કારણ

Tags :
Advertisement

.

×