Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Rajkot: આટકોટ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર, 43માં દિવસે ફાંસીની સજા

Rajkot: રાજકોટના આટકોટ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આટકોટની સગીરાના દુષ્કર્મીને 43માં દિવસે ફાંસીની સજા મળી છે. રાજકોટની સ્પેશિયલ કોર્ટે દુષ્કર્મી રામસિંહને સજા સંભળાવી છે. તથા આરોપીએ દુષ્કર્મ બાદ બાળકીને ગંભીર ઇજા પહોંચાડી હતી. તથા રિકન્સ્ટ્ર્કશન દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ભાગવાના પ્રયાસ દરમિયાન પોલીસ પર પણ હુમલો કર્યો હતો. તથા પોલીસે જવાબી કાર્યવાહીમાં આરોપીના પગમાં ગોળી મારી હતી.
rajkot  આટકોટ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર  43માં દિવસે ફાંસીની સજા
Advertisement
  • Rajkot: આટકોટની સગીરાના દુષ્કર્મીને 43માં દિવસે ફાંસીની સજા
  • રાજકોટની સ્પેશિયલ કોર્ટે દુષ્કર્મી રામસિંહને સંભળાવી સજા
  • આરોપીએ દુષ્કર્મ બાદ બાળકીને પહોંચાડી હતી ગંભીર ઇજા

Rajkot: રાજકોટના આટકોટ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આટકોટની સગીરાના દુષ્કર્મીને 43માં દિવસે ફાંસીની સજા મળી છે. રાજકોટની સ્પેશિયલ કોર્ટે દુષ્કર્મી રામસિંહને સજા સંભળાવી છે. તથા આરોપીએ દુષ્કર્મ બાદ બાળકીને ગંભીર ઇજા પહોંચાડી હતી. તથા રિકન્સ્ટ્ર્કશન દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ભાગવાના પ્રયાસ દરમિયાન પોલીસ પર પણ હુમલો કર્યો હતો. તથા પોલીસે જવાબી કાર્યવાહીમાં આરોપીના પગમાં ગોળી મારી હતી.

પોલીસ, પ્રોસિક્યુશન અને ન્યાયાલયના સંયુક્ત પ્રયાસોથી માસૂમને ઝડપી ન્યાય

7 વર્ષની માસૂમ પર અમાનવીય અત્યાચાર કરનાર રેમસિંહ ડુડવાને ફાંસીની સજા ફટકારાઇ છે. બાળકીના ગુપ્તાંગમાં સળીયો ખોસી ભાગી ગયેલો આરોપી ફાંસી યોગ્ય ઠર્યો છે. જેમાં પોક્સો કોર્ટનો કડક ચુકાદો સામે આવ્યો છે તેમાં બાળકી પર દુષ્કર્મ કેસમાં ફાંસીનો હુકમ કર્યો છે. 11 દિવસમાં ચાર્જશીટ, ડે-ટુ-ડે ટ્રાયલ બાદ 43માં દિવસે ન્યાય મળ્યો છે. પોલીસ, પ્રોસિક્યુશન અને ન્યાયાલયના સંયુક્ત પ્રયાસોથી માસૂમને ઝડપી ન્યાય મળ્યો છે.

Advertisement

Advertisement

જાણો સમગ્ર ઘટના

રાજકોટમાં હૈયુ હચમચાવી દેનાર આટકોટ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રાજકોટ સ્પેશિયલ કોર્ટ આરોપીને સજા સંભળાવી છે. આરોપી રામસિંહ તેરસિંગ ડડવેજર દોષિત જાહેર કરાયો હતો. જેના પગલે રાજકોટ રૂરલ પોલીસે 11 દિવસમાં ચાર્જસીટ કરી હતી. સરકારી વકીલ દ્વારા 33 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઈ છે. પોલીસ દ્વારા આરોપી સામે તમામ પુરાવા એકત્ર કરાયા છે. આરોપીએ રીકન્ટ્રકશન દરમિયાન ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપી પર પોલીસે જવાબી કાર્યવાહીમાં આરોપીના પગ પર ગોળી મારી હતી.

ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ: અમારી દીકરીઓ પર હુમલો = જીવનનો અંત.

નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તરીકે હું સ્પષ્ટ કહું છું ગુજરાતમાં બાળકી અને મહિલાઓ સામેના ગુનાઓ માટે અમારી નીતિ એકદમ સ્પષ્ટ છે: Zero Tolerance.

પોલીસ દ્વારા આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો

રાજકોટના જસદણના આટકોટમાં બાળકી ખેતરમાં રમી રહી હતી. ત્યારે નરાધમે બાળકીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતુ. ત્યારબાદ બાળકીના પ્રાઈવેટ પાર્ટ પર ઈજા પહોંચાડી હતી. આરોપી બાળકીને કણસતી હાલતમાં મુકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે બાળકીને સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો કે પોલીસ દ્વારા આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad: આસ્ટોડિયા વિસ્તારમાં વિચિત્ર અકસ્માત, પિતાનું મોત તથા પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી

Tags :
Advertisement

.

×