Rajkot BJP : બુથવાલી અને બક્ષીપંચ મોરચાનાં મંત્રી વચ્ચે 'લાફાકાંડ'ની ચર્ચાઓથી હડકંપ!
- Rajkot BJP માં બુથવાલી અને બક્ષીપંચ મોરચા વચ્ચે બબાલ!
- બુથવાલીમાંથી નામ કાઢવાની બાબતે બબાલ થયાની ચર્ચા
- શહેર સંગઠનનાં નવા માળખામાં મુખ્ય હોદ્દાને લઈ ગજગ્રાહ!
- હિરેનભાઈ ગોસ્વામી અને રાજેશભાઈ લીલા વચ્ચે લાફાકાંડની ચર્ચા
- રાજેશભાઈએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં લાફાકાંડને નકાર્યો
- મારે કોઈ જોડે બબાલ નથી, આબરૂ ઓછી કરવાની વાત છે:રાજેશભાઈ
Rajkot : રાજકોટ શહેર ભાજપમાં (Rajkot BJP) 'એક સાંધે ત્યાં તેર તૂટે' તેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે હવે વોર્ડ નંબર 16 માં બુથવાલી અને બક્ષીપંચ મોરચાનાં મંત્રી વચ્ચે 'લાફાકાંડ' થયાની ચર્ચાઓ વેગવંતી થઈ છે. બુથવાલીમાંથી નામ કાઢવાની બાબતે હિરેનભાઈ ગોસ્વામી અને રાજેશભાઈ લીલા વચ્ચે લાફાકાંડ થયો હોવાની ચર્ચા છે. જો કે, આ મામલે જ્યારે ગુજરાત ફર્સ્ટની (Gujarat First News) ટીમે રાજેશભાઈ સાથે વાત કરી તો તેમણે લાફાકાંડને નકાર્યો હતો અને કહ્યું કે, મારે કોઈ જોડે બબાલ નથી, આબરૂં ઓછી કરવાની વાત છે. પરંતુ બીજી તરફ લાફાકાંડની ચર્ચાએ જોર પકડતા શહેર પ્રમુખે માહિતી માગી હોય તેવા પણ સમાચાર છે.
આ પણ વાંચો - Vadodara : 'પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિનાં શરણે' પરિસંવાદ યોજાયો, વૃક્ષારોપણ, દલિત પરિવારનાં ઘરે ભોજન લીધું
Rajkot BJP માં બુથવાલી અને બક્ષીપંચ મોરચા વચ્ચે બબાલ!
રાજકોટ શહેર ભાજપમાં (Rajkot BJP) ફરી એકવાર આંતરિક ખટરાગનો મામલો સામે આવ્યો છે. આ વખતે બુથવાલી અને બક્ષીપંચ મોરચા (Bakshi Panch Morcha) વચ્ચે બબાલ થયાની ચર્ચા છે. વોર્ડ નંબર 16 માં બુથવાલી અને બક્ષીપંચ મોરચાનાં મંત્રી વચ્ચે ફડાકા કાંડ થયો હોવાનાં અહેવાલ છે. હિરેનભાઈ ગોસ્વામી અને રાજેશભાઈ લીલા વચ્ચે શહેર સંગઠનનાં નવા માળખામાં મુખ્ય હોદ્દાને લઈ ગજગ્રાહ હોય લાફાકાંડ થયો હોવાની ચર્ચાઓ વેગવંતી થતાં શહેર પ્રમુખ માધવભાઈ દવેએ (Madhavbhai Dave) વોર્ડ પ્રમુખ પાસે આ મામલે માહિતી માગી હોવાના પણ સમાચાર છે.
આ પણ વાંચો - Karnavati University નાં 6th દીક્ષાંત સમારોહમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય સેવાની ઉજવણી કરાઈ
રાજેશભાઈએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં લાફાકાંડને નકાર્યો
બીજી તરફ આ મામલે જ્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) દ્વારા રાજેશભાઈ લીલા સાથે વાત કરવામાં આવી તો તેમણે લાફાકાંડને નકાર્યો હતો અને કહ્યું હતું કે, મારે કોઈ જોડે બબાલ નથી, આબરૂં ઓછી કરવાની વાત છે. પાર્ટીમાં મારી પાસે કોઈ હોદ્દો જ નથી આ વાત ખોટી છે. એ ભાઈ વોર્ડમાં જ નથી તો એને આમંત્રણ કેમ આપવું? જો કે, આ મામલો સામે આવતા રાજકોટમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.
આ પણ વાંચો - Surat : વરાછામાં ગર્ભ પરીક્ષણનો ગોરખધંધો : ડોક્ટર સહિત ત્રણ આરોપી ઝડપાયા, એક યુવતી વોન્ટેડ


