Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : પરિણામ આવ્યા પહેલા જ કાર્યાલય પર ફટાકડા ફોડી ઉજવણી, ઉમેદવારોએ કહ્યું જીત નક્કી જ છે!

Rajkot કોર્પોરેશનની ચૂંટણી ગઈકાલે પૂર્ણ થઈ છે હજી 24 કલાક પણ થયા નથી અને પરિણામ પણ આવ્યું નથી તે પહેલા ભાજપના ઉત્સાહી કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ગઈકાલે ઉજવણી કરી નાખી છે, વોર્ડ નંબર 7,8,9 ના મધ્યસ્થ કાર્યાલય પર ફટાકડા ફોડી જશ્નનો માહોલ ઉભો કર્યો હતો, તો ચૂંટણીમાં જે ઉમેદવાર ઉભા રહ્યાં હતા તેમને હાર પણ પહેરાવી દીધો હતો
rajkot   પરિણામ આવ્યા પહેલા જ કાર્યાલય પર ફટાકડા ફોડી ઉજવણી  ઉમેદવારોએ કહ્યું જીત નક્કી જ છે
Advertisement
  • Rajkot મા પરિણામ પૂર્વે જીતની ઉજવણી
  • મતદાન પૂર્ણ થયા બાદ મધ્યસ્થ કાર્યાલય ખાતે ફટાકડા ફૂટયા
  • સ્થાનિકો પણ વિચારમાં પડયા આ શેની ઉજવણી
  • વીડિયો સોશિયલ મીડિયામાં થયો છે વાયરલ
  • મતદાન કરીને ઘરે ના ગયા પણ ફટાકડા લેવા ગયા!

Rajkot : ગુજરાતમાં (gujarat) ચૂંટણીનો (election) માહોલ છે અને આવતીકાલે (tomorrow) પરિણામ (result )જાહેર થશે તેની પહેલા જ ઉત્સાહી જ કાર્યકર્તાઓએ ફટાકડા (firecrackers) ફોડીને ઉજવણી કરી હતી, રોડ પરથી પસાર થતા લોકો પણ વિચારમાં પડી ગયા હતા કે આ ઉજવણી શેની થઈ રહી છે, અને ફટાકડા ફૂટતા રહ્યાં હતા, તો ભાજપના કાર્યકર્તાઓએ ઉમેદવારોને હાર પણ પહેરાવ્યા હતા અને જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. મધ્યસ્થ કાર્યાલપ પર મોટી સંખ્યામાં બુથના કાર્યકર્તાઓ ઉજવણીમાં હાજર રહ્યાં હતા.

પરિણામ પૂર્વે જીતની ઉજવણી

રાજકોટ શહેર ભાજપના વોર્ડ નંબર 7,8,9 ના મધ્યસ્થ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મોડી રાત્રે ઉજવણી કરાઈ હતી અને મતદાન પૂર્ણ થયા બાદ મધ્યસ્થ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી કરાઈ ઉજવણી અને આ ઉજવણીમાં મોટી સંખ્યામાં બુથ લેવલના કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા, વોર્ડ નંબર 7,8 અને 9 ના ઉમેદવારોએ પરિણામ આવ્યા પહેલા જ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વોર્ડ નંબર 7માં 41.61 ટકા, વોર્ડ નંબર 8માં 43.09 ટકા અને વોર્ડ નંબર 9માં 38.77 ટકા મતદાન થયું હોવાની વાત સામે આવી છે.

Advertisement

rajkot gujarat first

Advertisement

આવતીકાલે મતગણતરી યોજાશે

રાજકોટ મહાપાલિકાના 18 વોર્ડની 72 બેઠક માટે થયેલા મતદાનમાં શહેરના કુલ 9,85,952 મતદારોમાંથી કુલ 5,04,599 મતદારોએ મતદાન કર્યું છે. તેમાં 2,84,987પુરૂષ મતદારો અને 2,19,612 સ્ત્રી મતદારનો સમાવેશ થાય છે. શહેરમાં 55.87 ટકા પુરૂષ અને 46.15 ટકા સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.આમ પુરૂષ કરતા સ્ત્રી મતદારોનું 9.72 ટકા ઓછુ મતદાન થયું છે. શહેરના18 વોર્ડમાંથી સૌથી વધુ સ્ત્રી મતદારોનું મતદાન વોર્ડ નં.4, 5, 6, 15 અને 16 નંબરમાં થયું છે. જ્યારે સૌથી ઓછુ વોર્ડ નં.1 અને 9 માં 40 ટકાથી પણ ઓછું મતદાન થયું છે. આ વખતે ઓબીસી અનામતના કારણે મહિલા ઉમેદવારોને મહિલા મતદારો ફળે છે કે કેમ તે હવે મંગળવારે થનાર મતગણતરીમાં ખબર પડશે.

આ પણ વાંચો : Rajkot: જરીનાબેનનો વોટ કોણ આપી ગયું? કોંગ્રેસ ઉમેદવારે ઉઠાવ્યો સવાલ

Tags :
Advertisement

.

×