ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : ધોરાજીમાં BJP એ 3 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા, જેતપુરમાં જયેશ રાદડિયા ગેમ ચેન્જર બન્યા!

પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 3 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
09:45 PM Feb 14, 2025 IST | Vipul Sen
પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 3 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Sthanik Swaraj Election
  1. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ધોરાજીનાં 3 કાર્યકર્તાઓ BJP માંથી સસ્પેન્ડ (Rajkot)
  2. જેતપુરમાં જયેશ રાદડિયાએ નપાની ચૂંટણીમાં કમાન સંભાળી
  3. વોર્ડ નં. 9 ના AAP નાં બે ઉમેદવારોને ભાજપનો ખેસ પહેરાવ્યો
  4. વોર્ડ નં 10 નાં કોંગ્રેસ મહિલા ઉમેદવારનું ભાજપને સમર્થન

રાજકોટ જિલ્લામાં (Rajkot) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ પક્ષ (BJP) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 3 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ જેતપુર નગરપાલિકાનાં રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો છે. ભાજપ તરફે જયેશ રાદડિયાએ (Jayesh Radadiya) નપાની ચૂંટણીમાં કમાન સંભાળી છે. ત્યારે આજે વોર્ડ નં. 9 નાં AAP નાં બે ઉમેદવાર અને વોર્ડ નં. 10 નાં કોંગ્રેસ (Congress) મહિલા ઉમેદવારે ભાજપને સમર્થન આપ્યું છે.

આ પણ વાંચો - Surat : હેલ્મેટનાં કાયદા અંગે BJP નેતા ધીરુ ગજેરાએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કરી આ માગ

ધોરાજીનાં 3 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરતા ખળભળાટ

રાજકોટ જિલ્લામાં (Rajkot) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં (Sthanik Swaraj Election) માહોલ વચ્ચે ધોરાજી ખાતે ભાજપે મોટી કાર્યવાહી કરી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 3 કાર્યકર્તાઓને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર, સોનલબેન શૈલેષભાઈ બાલધાએ કોંગ્રેસમાં ઉમેદવારી કરતા, પરેશભાઈ જયસુખભાઈ પંડ્યા અપક્ષમાંથી ઉમેદવારી કરતા અને જયેશ રવજીભાઈ વઘાસિયાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Gujarat Police Job : પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર, HC માં સરકારે આપી આ માહિતી

જેતપુર નપા ચૂંટણીમાં જયેશ રાદડિયા ગેમ ચેન્જર!

બીજી તરફ ભાજપ તરફથી જેતપુર (Jetpur) ખાતે નગરપાલિકાની ચૂંટણીની કમાન જયેશ રાદડિયાનાં હાથમાં છે. દરમિયાન, આજે વોર્ડ નં 10 નાં કોંગ્રેસનાં મહિલા ઉમેદવારોએ ભાજપને સમર્થન જાહેર કર્યું હતું. ઉપરાંત, જયેશ રાદડિયા (Jayesh Radadiya) ગેમ ચેન્જર બની આમ આદમી પાર્ટીનાં બે ઉમેદવારોને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 2 દિવસ પહેલા જ AAP નાં અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ (Ishudan Gadhvi) જેતપુરમાં સભા ગજવી હતી. ત્યારે આજે વોર્ડ નંબર 9 ના AAP નાં 2 ઉમેદવાર નિલેશભાઈ ગોરીયા તેમ જ રવિભાઈ જોટંગિયાએ ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારોને સમર્થન જાહેર કર્યું છે. તેમની સાથેનાં સૌ કાર્યકર્તાઓને પણ ખેસ પહેરાવીને BJP માં જયેશ રાદડિયાએ આવકાર્યા હતા.

આ પણ વાંચો - Himmatnagar : બર્થડેનું કહી લંપટ શિક્ષક સગીર વિદ્યાર્થિનીને ગેસ્ટ હાઉસ લઈ ગયો અને પીંખી નાખી

Tags :
AAPBJPCongressDhorajiGUJARAT FIRST NEWSIshudan GadhviJayesh RadadiyaJetpurMunicipality ElectionsRAJKOTSthanik Swaraj ElectionTop Gujarati News
Next Article