Rajkot માં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી મલ્ટિનેશનલ બ્રાન્ડ!, Burger King માંથી મળ્યો બગડેલા દૂધનો જથ્થો
- Rajkot Health Department: બર્ગર કિંગમાંથી એક્સપાયરી ડેટનું 72 લિટર દૂધ ઝડપાયું
- લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં બદલ બર્ગર કિંગને 10,000 નો દંડ
- મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અખાદ્ય દૂધનો સ્થળ પર જ કર્યો નાશ
- કાલાવડ રોડ પર આવેલી જાણીતી રેસ્ટોરન્ટ સામે તંત્રની લાલ આંખ
- શહેરમાં 21 ખાદ્ય એકમોમાં ચેકિંગ, 17 સ્થળોએ કરાયા નમૂના પરીક્ષણ
Rajkot Health Department: રાજકોટ મહાનગરપાલિકાનું (Rajkot Municipal Corporation) આરોગ્ય વિભાગ અત્યારે ફૂડ સેફ્ટી મુદ્દે ફૂલ એક્શનમાં જોવા મળી રહ્યું છે. શહેરના કાલાવડ રોડ પર આવેલી જાણીતી ફૂડ ચેઈન બર્ગર કિંગમાં (Burger King) સત્તાવાળાઓએ ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન રેસ્ટોરન્ટમાંથી એક્સપાયરી ડેટનું (Expiry Date) અંદાજે 72 લિટર દૂધ ઝડપાયું હતું. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી આ ગંભીર બેદરકારી બદલ આરોગ્ય વિભાગે સંચાલકોને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અધિકારીઓએ એક્સપાયરી ડેટના દૂધનો જથ્થો સ્થળ પર જ નાશ (Destroyed) કરીને કડક સૂચના આપી હતી.
આ પણ વાંચો---- Vadodara માં પ્રદેશ પ્રમુખ જદીશભાઈ વિશ્વકર્માએ યોજી બેઠક, PM મોદીના આગમન લઈ કેવી છે તૈયારીઓ?
Rajkot Health Department: વિવિધ ખાદ્ય વ્યવસાયીઓ સામે કડક ઝુંબેશ
આરોગ્ય વિભાગની ટીમે બર્ગર કિંગ ઉપરાંત શહેરના અન્ય 21 જેટલા ધંધાર્થીઓને ત્યાં પણ સઘન તપાસ (Inspection) હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં 4 ધંધાર્થીઓને લાયસન્સ (License) મેળવવા તેમજ સ્વચ્છતા રાખવા અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. જ્યારે અન્ય 17 જેટલા ધંધાર્થીઓને ત્યાં ખાદ્ય પદાર્થોના નમૂનાનું સ્થળ પર જ પરીક્ષણ (Testing) કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાની આ આક્રમક કામગીરીથી અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર આગામી દિવસોમાં પણ આવી ચેકિંગ ડ્રાઈવ (Checking Drive) ચાલુ રાખશે.
Rajkot માં Burger King માં 72 લિટર વાસી દૂધનો જથ્થો ઝડપાયો! | Gujarat First
ફટકાર્યો મસમોટો દંડ
રાજકોટ મનપાનું આરોગ્ય વિભાગ આવ્યું એક્શનમાં
કાલાવડ રોડ પર બર્ગર કિંગમાં મોટી તપાસ
બર્ગર કિંગમાંથી એક્સપાયરી ડેટનું દૂધ ઝડપી પાડ્યું
72 લિટર વાસી દૂધનો સ્થળ પર નાશ કરાયું
નિયમ ભંગ… pic.twitter.com/Hp1R8l8Vce— Gujarat First (@GujaratFirst) May 9, 2026
આ પણ વાંચો---- Triveni Mahotsav: કચ્છમાં ભક્તિ અને દેશભક્તિનો ત્રિવેણી સંગમ, Ukheda Patidar Samaj એ કરી ભવ્ય ઉજવણી


