ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : ખોડલધામનાં મંચ પરથી ચેરમેન નરેશ પટેલનો સમાજને ખાસ સંદેશ

નરેશ પટેલે કહ્યું કે, ખોડલધામના મંચ પરથી ક્યારેય રાજકારણ કરવું નથી. ચૂંટણીઓ આવશે અને ચૂંટણીઓ જશે.
03:09 PM Sep 22, 2025 IST | Vipul Sen
નરેશ પટેલે કહ્યું કે, ખોડલધામના મંચ પરથી ક્યારેય રાજકારણ કરવું નથી. ચૂંટણીઓ આવશે અને ચૂંટણીઓ જશે.
Naresh Patel_Gujarat_first
  1. Rajkot માં ખોડલધામના મંચ પરથી નરેશ પટેલનું મોટું નિવેદન
  2. ખોડલધામનાં મંચ પરથી ક્યારેય રાજકારણ નથી કરવું : નરેશ પટેલ
  3. "આ મંચ પર ક્યારેય રાજકારણ આવવા પણ ન દેતા"
  4. "ચૂંટણી તો આવશે અને જશે પણ મનભેદ ન થવા દેતા"
  5. "આપણે ભાઈચારાનો વ્યવહાર બનાવી રાખવાનો છે"

Rajkot : ખોડલધામ ચેરમેન નરેશ પટેલે (Naresh Patel) કાગવડથી ખોડલધામ સુધી પદયાત્રા યોજી હતી. ત્યાર બાદ ખોડલધામ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના મંચ પરથી નરેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. નરેશ પટેલે કહ્યું કે, ખોડલધામના મંચ પરથી ક્યારેય રાજકારણ કરવું નથી. ચૂંટણીઓ આવશે અને ચૂંટણીઓ જશે. આ મંચ પર ક્યારેય રાજકારણ આવવા પણ ન દેતા. આપણે ભાઈચારો હંમેશા બનાવીને રાખવો જોઈએ. નરેશ પટેલે આગળ કહ્યું કે, વર્ષ 2027 માં આપણે દ્વીશતાબ્દી મહોત્સવ યોજીશું.

આ પણ વાંચો - ચૈતર વસાવાને જામીન મળતા જ AAP નેતા મનોજ સોરઠીયાએ કહ્યું સત્યમેવ જયતે

આ મંચ પર ક્યારેય રાજકારણ આવવા પણ ન દેતા : નરેશ પટેલ

કાગવડથી ખોડલધામ સુધીની પદયાત્રા (Kagvad to Khodaldham Padyatra) કર્યા બાદ ખોડલધામ ખાતે યોજાયેલ સભામાં નરેશ પટેલે મોટું નિવેદન આપીને ખોડલધામના મંચ પરથી ક્યારેય રાજકારણ ન કરવા અને એકતા અને ભાઈચારા બનાવી રાખવાનો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, ખોડલધામના મંચ પરથી ક્યારેય રાજકારણ નથી કરવું. આ મંચ પર ક્યારેય રાજકારણ આવવા પણ ન દેતા. ચૂંટણીઓ તો આવશે અને જશે, પણ મનભેદ ન થવા દેતા. આપણે સૌએ ભાઈચારાનો વ્યવહાર બનાવી રાખવાનો છે. મતભેદ થશે મનભેદ ક્યારે ન કરવા અને સમાજમાં (Patidar Samaj) એકતા જાળવવા અને વિખવાદ ટાળવા માટે પણ લોકોને અપીલ કરી છે.

આ પણ વાંચો - Bhavnagar : આરોપીને પકડવા ગયેલી ઉમરાળા પોલીસ પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો!

Rajkot નાં કાગવડથી ખોડલધામ સુધી પદયાત્રા યોજી

નરેશ પટેલે (Naresh Patel) આગળ કહ્યું કે, વર્ષ 2017 પછી કોઈ મોટા આયોજન કર્યાં નથી. વર્ષ 2027 માં આપણે દ્વીશતાબ્દી મહોત્સવ યોજીશું. આ કાર્યક્રમ 3 થી 5 દિવસ સુધીનો રાખીશું. આ માટે અનેક કાર્યક્રમોમાં લોકોએ પોતાના વિચાર રજૂ કરવા પણ તેમણે જણાવ્યું છે. જણાવી દઈએ કે, નરેશ પટેલે પુત્ર શિવરાજ પટેલના નિવેદન અંગે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, સહુ પોતપોતાના નિવેદન કરતાં હોય છે, તેમાં મારો પુત્ર હોય કે મારો ભાઈ હોય, સંકલન ન કરો. જણાવી દઈએ કે, ખોડલધામ ચેરમેન નરેશ પટેલ, ખોડલધામનાં ટ્રસ્ટીઓ, પાટીદાર સમાજનાં અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો પદયાત્રામાં જોડાયા હતા. પદયાત્રા ખોડલધામ મંદિર ખાતે પહોંચ્યા બાદ ધ્વજારોહણ, મહાઆરતી અને યજ્ઞ સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પદયાત્રમાં પ્રશાંત કોરાટ, ભરત સુતરિયા, કૌશિક વેકરિયા, જેની ઠુમ્મર, પરેશ ધાનાણી, અરવિંદ રૈયાણી, મહેશ કાસવાલા, લલિત વસોયા, રમેશ ટીલાળા, ગોપાલ ઇટાલિયા, ગોવિંદ પટેલ સહિત અનેક રાજકીય નેતા જોડાયા હતા.

આ પણ વાંચો - Vadodara : આરોપીઓને પોલીસ સ્ટેશનમાં VIP ટ્રિટમેન્ટ! વિશેષ રૂમ, બીડી, ઘર જેવી સુવિધા આપી!

Tags :
Bicentennial FestivalGopal ItaliaGUJARAT FIRST NEWSGujarat PoliticsJenny ThummarKagvad to Khodaldham PadyatraKhodaldham Chairman Naresh PatelParesh DhananiPatidar SamajRAJKOTTop Gujarati News
Next Article