Rajkot : TRP ગેમઝોન 'અગ્નિકાંડ' બાદ RMC ચીફ ફાયર ઓફિસર ઘરભેગા
- Rajkot મનપાનાં ચીફ ફાયર ઓફિસર સામે કડક કાર્યવાહી
- અનિલ મારુ રૂ. 1.80 લાખની લાંચ લેતા ઝડપાયા હતા
- ચીફ ફાયર ઓફિસરને ટર્મિનેટ કરવામાં આવ્યા
- ACB ટ્રેપ બાદ ભુજ નપા કારોબારી બેઠકમાં નિર્ણય
રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot TRP Gamezone Fire) બાદ મનપા ચીફ ફાયર ઓફિસરને અંતે ઘરભેગા કરવામાં આવ્યા છે. ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ રૂ.1.80 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. રાજકોટ ACB ટ્રેપ બાદ ભુજ નગરપાલિકા કારોબારી બેઠકમાં (Bhuj Municipal Executive Meeting) અંતે આ નિર્ણય લેવાયો છે. હાલમાં અનિલ મારુ લાંચ કેસમાં રાજકોટ જેલમાં બંધ છે.
આ પણ વાંચો - Gondal: SMCના દરોડા બાદ રૂરલ SOG બ્રાન્ચ હવે ઊંઘમાંથી જાગી, ગાંજાના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા
અનિલ મારુ રૂ. 1.80 લાખની લાંચ લેતા ઝડપાયા હતા
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot TRP Gamezone Fire) બાળકો સહિત કુલ 27 લોકો ભડથું થયા હતા. આ ગોઝારી ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. આ હત્યાકાંડ બાદ રાજકોટ મનપાનાં ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ (Anil Maru) ભુજથી રાજકોટ આવ્યા હતા. દરમિયાન, ACB ની ટ્રેપમાં અનિલ મારુ રૂ. 1.80 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. આ મામલે હવે ભુજ નગરપાલિકા કારોબારી બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Gujarat: જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા પર થયો હિંસક હુમલો, જાણો કેવી છે હાલત
રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસર ટર્મિનેટ
પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજ નગરપાલિકાની કારોબારી બેઠકમાં રાજકોટ મનપાના (RMC) ચીફ ફાયર ઓફિસર અનિલ મારુને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગર પાલિકામાં 43 દિવસ ચીફ ફાયર ઓફિસરના ચાર્જ દરમિયાન અનિલ મારુ લાંચ લેતા ઝડપાયા હતા. જણાવી દઈએ કે, લાંચ કેસમાં હાલ અનિલ મારુ રાજકોટ જેલમાં બંધ છે.
આ પણ વાંચો - Rajkot: ‘પહેલો સગો તે પાડોશી’ કહેવત ખોટી પડી! 11 વર્ષની સગીરાને પાડોશીએ પીંખી નાખી