Rajkot City Bus Accident:સીટી બસે બાળકો ભરેલી વાનને ફંગોળી, સ્થાનિકોએ ડ્રાઈવરને ઝડપી પાડ્યો
- રાજકોટ (Rajkot) માં સીટી બસનો રફતારનો કહેર
- મોટી ટાંકી ચોકે બસે સર્જ્યો અકસ્માત
- સીટી બસે સ્કૂલ વાનને અડફેટે લીધી
- અકસ્માત સર્જી સીટી બસ ડ્રાઈવર ફરાર
- સ્કૂલ વાનમાં 12 જેટલા બાળકો હતો સવાર
Rajkot City Bus Accident: રંગીલા રાજકોટ (Rajkot) માં સીટી બસ (City Bus) ના ડ્રાઈવરોની મનમાની અને રફતારનો કહેર (Speeding Terror) અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના વ્યસ્ત એવા મોટી ટાંકી ચોક (Moti Taki Chowk) વિસ્તારમાં એક બેફામ સીટી બસે માસૂમ બાળકોથી ભરેલી સ્કૂલ વાનને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે સ્કૂલ વાન રસ્તા પર ફંગોળાઈ હતી અને તેની આખી દિશા બદલાઈ ગઈ હતી.
Rajkot માં સીટી બસે સ્કૂલ વાનને ફંગોળી
ઘટના સમયે સ્કૂલ વાનમાં 12 જેટલા બાળકો સવાર હતા. અકસ્માતને પગલે સ્થળ પર ચીસાચીસ મચી ગઈ હતી, પરંતુ સદનસીબે તમામ બાળકોનો આબાદ બચાવ થયો છે. અકસ્માત સર્જ્યા બાદ બસનો ડ્રાઈવર માનવતા નેવે મૂકી સ્થળ પરથી ફરાર (Absconding) થઈ રહ્યો હતો, પરંતુ ત્યાં હાજર સ્થાનિક લોકોએ ફિલ્મી ઢબે પાછળ દોડીને ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો.
લોકોએ ડ્રાઈવરને મેથીપાક આપી પોલીસને સોંપ્યો
સ્થાનિક લોકોએ બાળકોને હેમખેમ વાનમાંથી બહાર કાઢ્યા હતા અને રોષે ભરાયેલા ટોળાએ ડ્રાઈવરને પોલીસ (Police) ને હવાલે કર્યો હતો. આ અકસ્માતને કારણે મોટી ટાંકી ચોકમાં લાંબો ટ્રાફિક જામ (Traffic Jam) સર્જાયો હતો. રાજકોટમાં વારંવાર બનતી સીટી બસની અકસ્માતની ઘટનાઓને પગલે તંત્ર અને બેફામ ડ્રાઈવરો સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Rajkot: રાજકોટમાં સીટી બસનો કહેર: બાળકો ભરેલી સ્કૂલ વાનને લીધી હડફેટે! | Gujarat First
રાજકોટમાં સીટી બસનો રફતારનો કહેર
મોટી ટાંકી ચોકે બસે સર્જ્યો અકસ્માત
સીટી બસે સ્કૂલ વાનને હડફેટે લીધી
અકસ્માત સર્જી સીટી બસ ડ્રાઈવર ફરાર#Rajkot #RajkotAccident #CityBusAccident… pic.twitter.com/YEIXL7zcuE— Gujarat First (@GujaratFirst) April 29, 2026
આ પણ વાંચો: Becharaji Election: શ્રમિકના હાથમાં સત્તાની બાગડોર! બંગડી વેચતા સંશીબેન કાંગશિયા બન્યા કોર્પોરેટર


