Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot સિટી બસમાં દારૂ પીવાની પરવાનગી છે? નશામાં ખેલ કરતો જોવા મળ્યો બસ કંડક્ટર, Video Viral

Rajkot: રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સીટી બસ અને બીઆરટીએસ બસ અવારનવાર વિવાદોમાં તો સપડાઈ ચૂકે છે. હવે ફરી વધુ એક વખત સીટી બસમાં ટિકિટ આપતા કંડકટર વિવાદમાં આવ્યા છે.
rajkot સિટી બસમાં દારૂ પીવાની પરવાનગી છે  નશામાં ખેલ કરતો જોવા મળ્યો બસ કંડક્ટર  video viral
Advertisement
  1. લ્યો બોલો! કંડકટર નાચતા નાચતા આપશે ટિકિટ!
  2. ચાલુ નોકરીએ દારૂના નશામાં જોવા મળ્યો કંડકટર
  3. નશાની હાલતમાં ખેલ કરતા કંડકટરનો મુસાફરોએ વીડિયો ઉતાર્યો

Rajkot: ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ તેનું પાલન થયું હોય તેવું લાગતું નથી. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સેવામાં કંડક્ટર દારૂના નાશમાં નોકરી કરતા જોવા મળ્યો છે. જાહેરમાં દારૂ પીને ફરવું જાણે હવે સામાન્ય વાત બની ગઈ છે અને અહીં તે બસનો કંડક્ટર દારૂ પીધેલો જોવા મળ્યો અને એ પણ ચાલુ નોકરીમાં! રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સીટી બસ અને બીઆરટીએસ બસ અવારનવાર વિવાદોમાં તો સપડાઈ ચૂકે છે. હવે ફરી વધુ એક વખત સીટી બસમાં ટિકિટ આપતા કંડકટર વિવાદમાં આવ્યા છે.

Advertisement

ચાલુ નોકરીમાં બસનો કંડક્ટર દારૂ પીધેલો જોવા મળ્યો

સિટી બસ નંબર C 85 માધાપર રૂટની બસ જેમાં કંડકટર નશાની હાલતમાં જોવા મળ્યો બસની અંદર સવાર મુસાફર દ્વારા તેનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો. કંડકટરની જો વાત કરવામાં આવે તો એટલી નશાની હાલતમાં હતો કે સીધો ઉભો પણ રહી શકતો ન હતો. સીટી બસના ડ્રાઇવર કે કંડકટર અવારનવાર અકસ્માત કે પછી લોકો સાથે બબાલ કરતા હોય તેવા વીડિયો અવારનવાર જોવા મળ્યા છે. પરંતુ આ વખતે ખુદ સીટી બસના સંચાલકો સામે સવાલ ઉત્પન્ન થયો છે. રાજકોટ શહેરની અંદર મુસાફરોના જીવ જોખમમાં મૂકવામાં આવતા આ કંડકટર અને ડ્રાઇવરો સામે ક્યારે કાર્યવાહી થશે?

Advertisement

આ પણ વાંચો: Surat: હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે વધુ એકનો આપઘાત, કાપોદ્રામાં રત્નકલાકારે ગળે ફાંસો ખાધો

મુસાફરોએ ઉતાર્યો નશાની હાલતમાં ખેલ કરતા કંડકટરનો વીડિયો

માધાપર રૂટની બસની અંદર કંડકટર નશાની હાલતમાં જોવા મળ્યો હતો. કંડકટર નશાની હાલતમાં ખેલ કરતો હતો મુસાફરોએ તેનો વીડિયો ઉતાર્યો. બસની ટેક્સિટ દરવાજા આગળ થોડીવાર લટકાય થોડીવાર બેસી જાય તો ક્યારેક પોતાના શરીર પર કાબુ પણ ન હતો રાખી શક્યો. ચાલુ બસે જો નીચે ફટકાઈ જાય તો જવાબદારી કોની તે પણ સૌથી મોટો સવાલ છે. ડ્રાઇવર દ્વારા કેમ જાણ ન કરવામાં આવી તે પણ સવાલ છે. શું ડ્રાઇવર પણ નશાની હાલતમાં બસ ચલાવતો હતો? તે પણ એક મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Gujarat First Impact: Operation Asur બાદ જાગી રાજકોટ ગ્રામ્ય પોલીસ, બંધ કરાવ્યાં દારૂના અડ્ડા

શું રાજકોટ નગરપાલિકા કોઈ કાર્યવાહી કરશે?

વારંવાર વિવાદોમાં સપરાતી રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સીટી બસ સામે ક્યારે કાર્યવાહી થશે? કોન્ટ્રાક્ટ આપી દીધો પછી શું રાજકોટ મહાનગરપાલિકાએ સમાય અંતરે ચકાસણી કરવાની ફરજ નથી? વારંવાર ઓવર સ્પીડમાં બસ ચાલતી અકસ્માતો સર્જે છે. ક્યારેક પેસેન્જર સાથે બબાલ થાય છે કટકી પાંચ કંડક્ટરોને શું માત્ર સસ્પેન્ડ કરીને જ કાર્યવાહી? આવા કંડક્ટરો ફરી ચાર બે છ મહિને પાછા પણ આવી જાય છે.

અહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ

Tags :
Advertisement

.

×