ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર, Rajkot Civil Hospital માં સફાઈ કર્મચારીઓની હડતાળ સમેટાઈ
- Rajkot Civil Hospital માં સફાઈ કામદારોનો આક્રોશ
- બોનસ અને પીએફ મુદ્દે વિરોધ પ્રદર્શન
- ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર
- સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટરો દોડતા થયા
- રાજકોટ સિવિલમાં સફાઈ કર્મચારીઓની હડતાળ સમેટાઈ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) માં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓએ (Cleaning staff) વિવિધ પડતર માંગણીઓ અને શોષણના આક્ષેપો સાથે હોસ્પિટલ પરિસરમાં એકત્ર થઈને ઉગ્ર વિરોધ (Protest) પ્રદર્શન કર્યું હતું.
Rajkot Civil Hospital માં સફાઈ કામદારોનો આક્રોશ
કર્મચારીઓનો મુખ્ય આક્ષેપ છે કે બોનસના (Bonus) નામે માત્ર કાગળ પર લખાણ કરવામાં આવે છે પણ વાસ્તવમાં કોઈ રકમ ચૂકવવામાં આવતી નથી. આ ઉપરાંત પીએફના (Provident Fund) નાણાં જમા ન થવા અને એચઆર (HR) વિભાગ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરી નોટિસ (Notice) આપવાના બહાને પગારમાંથી 500 રૂપિયાનો સીધો કાપ (Salary cut) મૂકવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી છે.
8 નાઈટ સામે માત્ર 1 રજા મળતા કર્મચારીઓ લાલઘૂમ
કર્મચારીઓએ નિયમોમાં ભેદભાવનો (Discrimination) આક્ષેપ કરતા જણાવ્યું હતું કે નર્સિંગ સ્ટાફને બે નાઈટ ડ્યુટી સામે બે રજા આપવામાં આવે છે, જ્યારે સફાઈ કામદારોને 8 નાઈટ સામે માત્ર 1 જ રજા આપી તેમનું શોષણ (Exploitation) કરવામાં આવે છે.
ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર
આ મામલે ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સમાચારની વ્યાપક અસરને (Impact) પગલે કોન્ટ્રાક્ટરો (Contractors) તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કર્મચારીઓને તેમની પડતર માંગણીઓ અંગે આશ્વાસન (Assurance) આપ્યું હતું.
સફાઈ કર્મચારીઓની હડતાળ સમેટાઈ
તમામ પ્રશ્નોના નિરાકરણ માટે બપોરે મેડિકલ કોલેજ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ મુદ્દાઓ પર સવિસ્તાર ચર્ચા કરવામાં આવશે. માંગણીઓ સ્વીકારવાની ખાતરી મળતા હાલ પૂરતી કર્મચારીઓએ પોતાની હડતાળ (Strike) સમેટી લીધી છે.
આ પણ વાંચો: Mehsana: અમદાવાદ જવાનું કહી નીકળેલા યુવકનું અપહરણ, વિડીયો જોઈ મંગેતરના હોશ ઊડ્યા!


