Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલનું અમાનવીય કૃત્ય! બીમાર દર્દીને 'દારૂડિયો' સમજી રસ્તા પર ફેંકી દીધો
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલના તંત્રની એક અત્યંત અસંવેદનશીલ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા એક બીમાર દર્દીને ફરજ પરના સ્ટાફે દારૂડિયો સમજી લેતા માનવતાની તમામ હદો વટાવી દીધી હતી.
Advertisement
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલના તંત્રની એક અત્યંત અસંવેદનશીલ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા એક બીમાર દર્દીને ફરજ પરના સ્ટાફે દારૂડિયો સમજી લેતા માનવતાની તમામ હદો વટાવી દીધી હતી. દર્દીને યોગ્ય સારવાર આપવાને બદલે હોસ્પિટલના સ્ટાફના બે શખ્સોએ તેને ટીંગાટોળી કરી હોસ્પિટલની બહાર રસ્તા પર રઝળતો મૂકી દીધો હતો.

