Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : માર્કેટ યાર્ડમાં સતત ચોથા દિવસે કમિશન એજન્ટની હડતાળ, કરી આ માગ

આ મામલે રાજકોટ પોલીસે ગુનો નોંધીને ઠગાઈ આચરનારા બંધુઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
rajkot   માર્કેટ યાર્ડમાં સતત ચોથા દિવસે કમિશન એજન્ટની હડતાળ  કરી આ માગ
Advertisement
  1. Rajkot માર્કેટ યાર્ડમાં સતત ચોથા દિવસે કમિશન એજન્ટની હડતાળ
  2. 145 કમિશન એજન્ટ સાથે 17 કરોડની છેતરપિંડી મામલે હડતાળ પર ઉતર્યા
  3. બેડી માર્કેટ યાર્ડમાં કમિશન એજન્ટ મોટી સંખ્યામાં ભેગા થયા
  4. પૈસા પાછા ના આવે ત્યા સુધી હડતાળ પર : કમિશનર એજન્ટ એસો.

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં (Rajkot Marketing Yard) સતત ચોથા દિવસે પણ કમિશન એજન્ટ્સની હડતાળ યથાવત રહી છે. 145 કમિશન એજન્ટ સાથે રૂપિયા 17 કરોડની છેતરપિંડી થઈ હોવા મુદ્દે આ હડતાળ (Commission Agents Strike) ચાલી રહી છે. બેડી માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં કમિશન એજન્ટ ભેગા થયા છે. પૈસા પાછા ના આવે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે તેમ એસો. એ જણાવ્યું છે. આ મામલે રાજકોટ પોલીસે ગુનો નોંધીને ઠગાઈ આચરનારા બંધુઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat : ગુનાહિત ઇતિહાસ ધરાવતો માત્ર 22 વર્ષીય યુવક લાખોની કિંમતનાં ડ્રગ્સ સાથે ફરી ઝડપાયો

Advertisement

145 કમિશન એજન્ટ સાથે 17 કરોડની છેતરપિંડી મામલે હડતાળ

રાજકોટનાં માર્કટિંગ યાર્ડમાં સતત ચોથા દિવસે પણ કમિશન એજન્ટોની હડતાળ (Commission Agents Strike) યથાવત રહી છે. બેડી માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં કમિશન એજન્ટ ભેગા થયા છે. બેડી માર્કેટિંગ યાર્ડનાં 145 કમિશન એજન્ટ સાથે 17 કરોડની છેતરપિંડી મામલે આ હડતાળ શરૂ થઈ હતી જે ચોથા દિવસે પણ યથાવત છે. કમિશન એજન્ટ એસોસિએશનનું કહેવું છે કે જ્યાં સુધી પૈસા પાછા ના આવે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે. ત્યારે આવતીકાલે એટલે કે સોમવારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ (Rajkot Marketing Yard) ખુલશે કે કેમ ? તેને લઈને નિર્ણય કરાશે.

Advertisement

આ પણ વાંચો - Banaskantha: કરા અને વાવાઝોડાના કારણે પાકને નુકસાન, ખેડૂતોએ સરકાર પાસે કરી સહાયની માંગ

રાજકોટ પોલીસે ગુનો નોંધી ઠગબાજ બંધુઓની ધરપકડ કરી

જણાવી દઈએ કે, આ કેસમાં રાજકોટ પોલીસે (Rajkot Police) કમિશન એજન્ટો સાથે કરોડોની છેતરપિંડી કરવાનાં આરોપ હેઠળ બિપીન ઢોલરિયા અને નિતેશ ઢોલરિયાની ધરપકડ કરી છે. આરોપ છે કે બંને ભાઈઓએ જીરુની ખરીદી કરીને પૈસા ન આપી કમિશન એજન્ટ્સ સાથે કરોડોની છેતરપિંડી કરી છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, બીજી તરફ યાર્ડમાં હડતાળને લઈને ખેડૂતો, મજૂરો અને વાહન માલિકો પરેશાન થયા છે. માહિતી અનુસાર, છેતરપિંડી કરનાર જે.કે. ટ્રેડિંગનું જીરું 1 લાખ 8 હજાર મણ ઊંઝા યાર્ડમાં પડ્યું છે. આ જીરું વેચીને કમિશન એજન્ટનાં રૂપિયા પરત આપી શકે છે તેવી માગ છે. બેડી યાર્ડમાંથી 1 થી 25 એપ્રિલ સુધીમાં 4800 રૂપિયામાં જીરુંની ખરીદી કરાઈ હતી. હાલમાં, જીરુંના ભાવ એક મણનાં 4000 રૂપિયા થઈ ગયા છે.

આ પણ વાંચો - Dwarka : ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ, નદીઓમાં પૂરની સ્થિતિ, ચક્રવાતથી વ્યાપક નુકસાન!

Tags :
Advertisement

.

×