ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot: શાપરમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર વિવાદમાં આવ્યું, અગ્નિકાંડ સર્જાય તેવો Video Viral

આરોગ્ય કેન્દ્ર (Health center) ના કર્મચારીઓએ ઠંડીથી બચવા પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મુક્યો
10:37 AM Dec 29, 2024 IST | SANJAY
આરોગ્ય કેન્દ્ર (Health center) ના કર્મચારીઓએ ઠંડીથી બચવા પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મુક્યો
Health center Shapar @ Gujarat first

Rajkotના શાપરમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર (Health center) વિવાદમાં આવ્યું છે. જેમાં આરોગ્ય કેન્દ્ર (Health center) ના કર્મચારીઓએ ઠંડીથી બચવા પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મુક્યો છે. સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફે તાપણું કર્યું છે. તેમાં શાપરના આરોગ્ય કેન્દ્રમાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિનો વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં લેબોરેટરી કે જેમાં જ્વલનશીલ કેમિકલ હોય ત્યાં તાપણું કરતા ભયનો માહોલ સર્જાયો હતો.

આરોગ્ય કેન્દ્ર (Health center) નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે

શાપરમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર (Health center) નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. તેમાં કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ ? તેમજ દર્દીને દવાઓ લખીને જે અપાઈ છે તેના વિરુદ્ધની દવાઓ આપતા જાગૃત નાગરીકે વીડિયો (Video) બનાવ્યો હતો. આરોગ્ય કેન્દ્રમાં 15 થી વધુ લોકો ઉપસ્થિત હતા ત્યારે આરોગ્ય કેન્દ્રની અંદર તાપણું કરાયું તેમાંથી અગ્નિકાંડ સર્જાય તો જવાબદાર કોણ ? તેવા સવાલો સ્થાનિકો કરી રહ્યાં છે. ત્યારે શાપર આરોગ્ય કેન્દ્રની અંદર કરેલ તાપણાના મામલે જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. તેમજ આરોગ્યકર્મીઓએ પોતાનો અને લોકોનો જીવ જોખમમાં મૂકી આરોગ્ય કેન્દ્રની અંદર તાપણું કર્યું હતું. જેમાં અગ્નિકાંડને આમંત્રણ આપતા હોય તેવો દ્રશ્યો સામે આવ્યા છે.

કર્મચારીઓ દ્વારા આગ લગાડવામાં આવી હશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે

શાપરના આરોગ્ય કેન્દ્રમાં તાપણાના સમગ્ર મામલે આર.આર. કુલમાલી જિલ્લા આરોગ્ય અધિકારીઓની નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા તમામ કર્મચારીઓને 24 કલાકમાં બોલાવી આ મામલે નિવેદન લેવામાં આવશે. સૌ પ્રથમ આગ લાગી હતી કે આગ કર્મચારીઓ દ્વારા લગાડવામાં આવી હતી તેને લઈને તપાસ કરવામાં આવશે. જો કર્મચારીઓ દ્વારા આગ લગાડવામાં આવી હશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં આજે ST બસ કંડકટરની ભરતી માટે OMR આધારિત લેખિત પરીક્ષા

લેબોરેટરીમાં જ આગનું તાપણું કરતા તે ઘટનાનો વીડિયો (Video) વાયરલ

ઉલ્લેખનીય છે કે શાપર ખાતે એસોસિએશને આપેલા કારખાનાના શેડમાં ચાલતા જિલ્લા પંચાયતના સામુહિક આરોગ્ય કેન્દ્ર (Health center) માં ઠંડી ઉડાડવા નર્સિંગ સ્ટાફે લેબોરેટરીમાં જ આગનું તાપણું કરતા તે ઘટનાનો વીડિયો (Video) વાયરલ થતા ભારે ચકચાર મચી છે. આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દરરોજ 150થી 200 દર્દી સારવાર માટે આવે છે ત્યારે તેમના જીવ જોખમમાં મુકાય તેવી રીતે લેબોરેટરીમાં તાપણું કરતો વીડિયો આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને આ મુદ્દે જવાબદારોનો ખુલાસો પૂછવા કવાયત હાથ ધરી છે. નવા બિલ્ડિંગનું છેલ્લા ત્રણેક વર્ષથી બાંધકામ ચાલુ હોય એસોસિએશન દ્વારા જિલ્લા પંચાયતને વિનામૂલ્યે સામુહિક આરોગ્ય કેન્દ્ર ચલાવવા કારખાનાનો શેડ ફાળવવામાં આવ્યો છે અને તેમાં છેલ્લા અઢી વર્ષ કરતાં વધુ સમયથી સામુહિક આરોગ્ય કેન્દ્ર ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ, જાણો ક્યા પડ્યો કમોસમી વરસાદ

 

Tags :
Gujarat FirstGujarati NewsGujarati Top NewsHealth CenterRAJKOTShaparTop Gujarati NewsViral Video Gujarat News
Next Article