Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot માં ચૂંટણી માહોલ ગરમાયો, કોંગ્રેસ ઉમેદવાર સહિત 20 ની અટકાયત

રાજકોટના વોર્ડ નંબર 15માં મતદાન મથકની 100 મીટરની મર્યાદામાં પ્રચાર કરવા બદલ કોંગ્રેસના ઉમેદવાર મકબૂલ દાવદાણી સહિત 20 કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘન બદલ પોલીસે આ કડક કાર્યવાહી કરી તમામની ધરપકડ કરી પોલીસ સ્ટેશન ખસેડ્યા છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
rajkot માં ચૂંટણી માહોલ ગરમાયો  કોંગ્રેસ ઉમેદવાર સહિત 20 ની અટકાયત
Advertisement
  • Rajkot ના વોર્ડ નં 15ના કોંગ્રેસના ઉમેદવારની અટકાયત
  • કોંગ્રેસ ઉમેદવાર મકબુક દાવદાણી સહિત 20 ની ધરપકડ
  • 100 મીટરની ત્રિજ્યામાં પ્રચાર કરવા બદલ કાર્યવાહી

Rajkot: રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના (Local Body Elections) મતદાન દરમિયાન વોર્ડ નંબર 15માં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર મકબૂલ દાવદાણી (Maqbul Davdani) સહિત આશરે 20 જેટલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત (Detention) કરવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે કોંગ્રેસના છાવણીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મતદાન મથકોની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Police Security) તૈનાત કરી દેવામાં આવ્યો છે.

આચારસંહિતાના ભંગ કર્યો!

ચૂંટણી પંચના નિયમો મુજબ મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યામાં (100-meter radius) કોઈપણ પ્રકારનો પ્રચાર કે જનસંપર્ક કરવા પર પ્રતિબંધ હોય છે. આક્ષેપ છે કે મકબૂલ દાવદાણી અને તેમના સમર્થકો આ નિયત મર્યાદામાં પ્રચાર કરી રહ્યા હોવાનું સામે આવતા ચૂંટણી આચારસંહિતાના ભંગ બદલ આ કડક પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ તંત્ર દ્વારા વારંવાર સૂચના આપવા છતાં નિયમોનું ઉલ્લંઘન થતા આખરે અટકાયત કરવામાં આવી છે.

Advertisement

Advertisement

રાજકીય વાતાવરણ તંગ

અટકાયત કરવામાં આવેલા તમામ લોકોને તાત્કાલિક અસરથી નજીકના પોલીસ સ્ટેશન (Police Station) લઈ જવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે રાજકોટમાં રાજકીય વાતાવરણ તંગ બન્યું છે. શાંતિપૂર્ણ રીતે મતદાન (Peaceful Voting) પ્રક્રિયા પૂર્ણ થાય અને કોઈપણ પક્ષ દ્વારા નિયમોનું ઉલ્લંઘન ન કરવામાં આવે તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં આ મામલે કાયદેસરની તપાસ (Legal Investigation) શરૂ છે.

 આ પણ વાંચોઃ Local Body Elections: 34 જિલ્લા પંચાયતો માટે અત્યાર સુધી કેટલું થયું મતદાન?

Tags :
Advertisement

.

×