Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Rajkot Congress નો આંતરિક ડખો ચરમસીમાએ: સંગઠનમાં ભડકો, શું મોટો ઉલટફેર થશે?

Rajdeepsinh Jadeja Congress: રાજકોટ શહેર કોંગ્રેસમાં મહાનગરપાલિકા શિક્ષણ સમિતિની ઉમેદવારી પરથી શરૂ થયેલો આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પક્ષમાંથી તાજેતરમાં સસ્પેન્ડ થયેલા વરિષ્ઠ આગેવાન વિજયસિંહ જાડેજાએ (Vijaysinh Jadeja) શહેર પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાની (Rajdeepsinh Jadeja) કોલેજ તેમજ એલઆઈસી (LIC) કમિટીના નામોની માહિતી માંગતી આરટીઆઈ (RTI) દાખલ કરતાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
rajkot congress નો આંતરિક ડખો ચરમસીમાએ  સંગઠનમાં ભડકો  શું મોટો ઉલટફેર થશે
Advertisement
Rajkot Congress: રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કોંગ્રેસ સંગઠનનો આંતરિક કકળાટ હવે શેરીથી લઈને સરકારી દફતરો સુધી પહોંચી ગયો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીને લઈને શરૂ થયેલા ગજગ્રાહ બાદ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા સિનિયર આગેવાન વિજયસિંહ જાડેજાએ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજા સામે આરપારની લડાઈનું એલાન કર્યું છે. વિજયસિંહ જાડેજાએ હવે 'માહિતી અધિકાર કાયદા' (RTI) નો ઉપયોગ કરીને શહેર પ્રમુખ સાથે સંકળાયેલી શૈક્ષણિક સંસ્થા અને કોલેજની તમામ અંદરની વિગતો માંગતી અરજી દાખલ કરતાં કોંગ્રેસ છાવણીમાં ભારે સોપો પડી ગયો છે.

શિક્ષણ સમિતિની ટિકિટ ફાળવણીથી ભડકેલી ચિનગારી

રાજકોટ મનપા શિક્ષણ સમિતિની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારી નોંધાવવા મુદ્દે શહેર સંગઠનમાં તીવ્ર મતભેદો સપાટી પર આવ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા દ્વારા લેવાયેલા એકતરફી નિર્ણયો અને ઉમેદવારની પસંદગી સામે પક્ષના સિનિયર હોદ્દેદારોએ જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો. પક્ષ વિરોધી પ્રવૃત્તિ અને શિસ્તભંગના આરોપસર શહેર પ્રમુખે તાત્કાલિક અસરથી વિજયસિંહ જાડેજા સહિતના હોદ્દેદારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. જોકે, આ સસ્પેન્શન બાદ વિવાદ શમવાને બદલે વધુ વણસ્યો છે.
પ્રમુખની કોલેજ અને LIC કમિટીના નામો અંગે RTIપક્ષમાંથી હાંકી કઢાયા બાદ વિજયસિંહ જાડેજાએ સીધો શહેર પ્રમુખની વ્યક્તિગત અને વ્યાવસાયિક સંસ્થાઓ પર નિશાન સાધ્યું છે. તેમણે સંબંધિત યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણ વિભાગ સમક્ષ આરટીઆઈ દાખલ કરીને માંગણી કરી છે કે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા સંચાલિત કોલેજને લગતી તમામ સત્તાવાર મંજૂરીઓ, માન્યતાઓ અને જોડાણના દસ્તાવેજો જાહેર કરવામાં આવે.
કોલેજની તપાસ અને માન્યતા માટે સ્થળ મુલાકાતે ગયેલી લોકલ ઇન્સ્પેક્શન કમિટી (LIC) માં કયા કયા સભ્યો અને અધ્યાપકો સામેલ હતા તેમના નામો અને અહેવાલો પૂરા પાડવામાં આવે. કોલેજની તપાસ અને માન્યતા માટે સ્થળ મુલાકાતે ગયેલી લોકલ ઇન્સ્પેક્શન કમિટી (Local Inspection Committee) માં કયા કયા સભ્યો અને અધ્યાપકો સામેલ હતા તેમના નામો અને અહેવાલો પૂરા પાડવામાં આવે.

રાજકોટ કોંગ્રેસમાં મોટા ભડાકાના એંધાણ

શિક્ષણ સમિતિની એક નાની બેઠક પરથી શરૂ થયેલી લડાઈ હવે અંગત કક્ષાએ અને સંસ્થાઓની ખામીઓ ખોતરવા સુધી પહોંચી જતાં રાજકોટ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. વિજયસિંહ જાડેજાના આ પગલાંથી સ્પષ્ટ થાય છે કે તેઓ શહેર પ્રમુખને કાયદાકીય અને જાહેર રીતે ભીંસમાં લેવાના મૂડમાં છે. રાજકીય વિશ્લેષકોના મતે, જો આ આરટીઆઈના આધારે કોઈ ગેરરીતિ સામે આવશે અથવા પ્રદેશ નેતૃત્વ ડેમેજ કંટ્રોલ કરવામાં નિષ્ફળ રહેશે, તો આગામી દિવસોમાં રાજકોટ કોંગ્રેસમાં સામૂહિક રાજીનામા કે મોટો વિદ્રોહ ફાટી નીકળે તો નવાઈ નહીં.

Advertisement
Tags :
Advertisement

.

×