ગુજરાતના પાટનગર ગાંધીનગરથી લઈને સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ (Rajkot) સુધી નાગરિકોની પાયાની સુવિધાઓને લઈને અવારનવાર વિવાદો સર્જાતા હોય છે. તાજેતરમાં રાજકોટ શહેરમાં દૂષિત પાણીના વિતરણ (Contaminated Water Supply) અંગે ખુદ મેયર દ્વારા કરવામાં આવેલી કબૂલાતના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. શહેરીજનોને શુદ્ધ પાણી મળતું હોવાના દાવાઓ વચ્ચે મેયરે પોતે જ અમુક વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ થતું હોવાનો મોટો સ્વીકાર કર્યો છે.
મેયરે દૂષિત પાણીનું વિતરણ થતું હોવાનું સ્વીકાર્યું
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા ફિલ્ટરેશન બાદ જ પાણી વિતરણ કરવામાં આવતું હોવાનો દાવો કરાય છે, છતાં ચોમાસાની સીઝનમાં આ સમસ્યા વધુ વકરી જતી હોવાનું સામે આવ્યું છે. જૂની પાઇપલાઇનો અને ડ્રેનેજ લાઇનનું મિશ્રણ થવાને કારણે પાણી દૂષિત થતું હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. આ ઉપરાંત, નવી લાઈનોમાં થતા ગેરકાયદે કનેક્શનના કારણે પાઇપલાઇનમાં તિરાડો પડતી હોવાનો દાવો પણ કરાયો છે. RMCની વેબસાઈટ પર આ અંગેનો ડેટા અપલોડ થતો હોવાની દલીલો પણ આપવામાં આવી રહી છે.
Gujarat First News ના સવાલોથી ભાગ્યા મેયર
જોકે, આ ગંભીર મુદ્દે જ્યારે પત્રકારો અને મીડિયા દ્વારા આકરા સવાલો પૂછવામાં આવ્યા ત્યારે મેયર અકળાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. 'ગુજરાત ફર્સ્ટ' (Gujarat First News) ની ટીમ દ્વારા જનતાના હિતમાં સવાલો પૂછવામાં આવતા મેયર અને નેહલ શુકલ (Nehal Shukla) જેવા પદાધિકારીઓ અસહજ બન્યા હતા અને સવાલ પૂછવાથી શું થશે તેવા ઉડાઉ જવાબો આપ્યા હતા. જંગલેશ્વર વિસ્તારમાં પાણી બિલના વિવાદ અને ભ્રષ્ટાચારની કબૂલાત બાદ હવે દૂષિત પાણીના મુદ્દે તંત્રની બેદરકારી સામે આવતા શહેરીજનોમાં ભારે રોષ પ્રસર્યો છે.
જૂની લાઈનો અને ગેરકાયદે કનેક્શનો બન્યા મુશ્કેલીનું મૂળ
મનપાનો બચાવ કરતા મેયરે દૂષિત પાણી પાછળના મુખ્ય ટેકનિકલ કારણો રજૂ કર્યા હતા. અહેવાલો અનુસાર, શહેરમાં દાયકાઓ જૂની પાઇપલાઇનો જર્જરિત થઈ ગઈ હોવાથી તેમાં તિરાડો પડી ગઈ છે.તેમણે વધુમાં ઉમેર્યું કે કેટલાક નાગરિકો અને સોસાયટીઓ દ્વારા લેવામાં આવેલા ગેરકાયદેસર પાણીના કનેક્શનોને કારણે લાઈનો ક્ષતિગ્રસ્ત થઈ છે, જેના લીધે નજીકથી પસાર થતી ડ્રેનેજ લાઈનનું પાણી પીવાના પાણીમાં ભળી જાય છે.
ડ્રેનેજ લાઈન પીવાના પાણીમાં ભળવાના ગંભીર આરોપો અને RMC નો બચાવ
રાજકોટ મનપાનું તંત્ર ચોમાસા અને સામાન્ય દિવસોમાં પણ શુદ્ધ પાણી પહોંચાડવાના દાવા કરતું આવ્યું છે, પરંતુ સ્થાનિકોના ઘર સુધી પહોંચતું પાણી પીવાલાયક ન હોવાનું સામે આવ્યું છે.મેયરે જણાવ્યું કે RMC ની ઈજનેરી ટુકડીઓ દ્વારા લીકેજ શોધવા અને જૂની લાઈનો બદલવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. જોકે, કાયમી ઉકેલ લાવવામાં વિલંબ થઈ રહ્યો હોવાથી મનપા સામે ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો: Ahmedabad: સની દેઓલનો જબરદસ્ત ક્રેઝ, 'બટવારા 1947'ના પ્રમોશન માટે આવ્યા હતા સ્ટારકાસ્ટ