ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : 'આનું પરિણામ જોવા જેવું આવશે..!' મંદિરમાં આરતી કરવાની ના પાડવાનો વિવાદ વકર્યો!

આ ઓડિયો ક્લિપમાં તેઓ જાસ્મીન મકવાણા સાથે વાતચીત કરતા હોવાનો દાવો કરાયો છે.
05:42 PM Jul 02, 2025 IST | Vipul Sen
આ ઓડિયો ક્લિપમાં તેઓ જાસ્મીન મકવાણા સાથે વાતચીત કરતા હોવાનો દાવો કરાયો છે.
PT Jadeja_Gujarat_first main
  1. રાજકોટમાં મંદિરમાં આરતી કરવાની ના પાડવાનો વિવાદ (Rajkot)
  2. ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજા ફરી વિવાદમાં આવ્યા
  3. અમરનાથ મંદિરમાં આરતી નહીં કરવા માટે ધમકી આપી હોવાનો આરોપ
  4. આરતી નહીં કરવા ધમકી આપી અને બેનરો તોડી નાખ્યાનો આક્ષેપ
  5. પી.ટી.જાડેજાનો ધમકી આપતી કથિત ઓડિયો ક્લિપ વાઇરલ થઈ

Rajkot : રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજા (P.T. Jadeja) ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. આ વખતે તેમની સામે મંદિરમાં આરતી કરવાની ના પાડવાનો આરોપ થયો છે. રાજકોટમાં આવેલા અરમનાથ મંદિરમાં આરતી નહીં કરવા માટે ધમકી આપી હોવાનો આરોપ પી.ટી. જાડેજા સામે થયો છે. પી.ટી.જાડેજા દ્વારા ધમકી અપાતી હોવાની એક કથિત ઓડિયો ક્લિપ પણ વાઇરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં તેઓ જાસ્મીન મકવાણા સાથે વાતચીત કરતા હોવાનો દાવો કરાયો છે. આ મામલે નવજ્યોત પાર્કમાં રહેતા જસ્મીનભાઈએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં (Rajkot Taluka Police Station) ફરિયાદ નોંધાવી છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) આ કથિત ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો - Rajkot: મંદિરમાં આરતી કરવાની ના પાડવાનો વિવાદ વકર્યો, પી.ટી.જાડેજા સામે ફરિયાદ

પી.ટી.જાડેજાએ ધમકી આપી હોવાની કથિત ઓડિયો ક્લિપ વાઇરલ!

રાજકોટમાં (Rajkot) મંદિરમાં આરતી કરવાની ના પાડવાનો વિવાદ વકર્યો છે, જેમાં આરતી કરવાની ના પાડતા પી.ટી.જાડેજા સામે ફરિયાદ થઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પી.ટી.જાડેજા (P.T. Jadeja) સામે આરોપ છે કે તેમણે મંદિરમાં આરતી કરવાની ના પાડી ધમકી આપી છે અને બેનરો પણ તોડી નાખ્યા છે. દરમિયાન, પી.ટી.જાડેજા દ્વારા ધમકી અપાતી હોવાની એક કથિત ઓડિયો ક્લિપ પણ વાઇરલ થઈ છે. દાવો કરાયો છે કે આ ઓડિયો ક્લિપમાં પી.ટી. જાડેજા જાસ્મીન મકવાણા સાથે વાતચીત કરી રહ્યા છે. આ મામલે નવજ્યોત પાર્કમાં રહેતા જસ્મીનભાઈએ (Jasmine Makwana) રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Air India પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા યુવાનની કેમ બબ્બે વખત થયા અંતિમ સંસ્કાર ?

પી.ટી.જાડેજાના પુત્ર અક્ષિતસિંહનું નિવેદન

અગાઉ આ મામલે પી.ટી.જાડેજાના પુત્ર અક્ષિતસિંહનું (Akshit Singh) નિવેદન સામે આવ્યું હતું. અક્ષિતસિંહે જણાવ્યું હતું છે કે, 'મારા પિતા વર્ષ 2004 થી આ મંદિરનાં ટ્રસ્ટી છે. અમુક લોકો ટ્રસ્ટી બન્યા બાદ કોઈ દિવસ મંદિરે આવ્યા નથી. મંદિરનું તમામ સંચાલન મારા પિતા દ્વારા કરવામાં આવે છે. અમરનાથ યુવા ગ્રૂપે મંદિર પર ગેરકાયદે કબજો કરવાની તૈયારી કરી છે, જેમાં મંદિરમાં રહેતા પૂજારી અને તેમના પરિવારને ધમકી આપવામાં આવે છે. મારા પિતાએ યુવા ગ્રૂપને આરતી કરવાની ક્યારેય ના પાડી નથી. મંદિરનાં કબજા માટે આ બધું થઈ રહ્યું છે, જે ખોટું છે. અમે પણ આ મામલે સામે ફરિયાદ નોંધાવીશું.

આ પણ વાંચો - Bhavnagar : પાનવાડી ચોકમાં ભયનો માહોલ! જાહેર માર્ગ પર તીક્ષ્ણ હથિયાર વડે 3-4 ઇસમોએ મારામારી કરી

Tags :
Akshit SinghAramnath Temple in RajkotGUJARAT FIRST NEWSJasmine MakwanaNavjot ParkP.T. JadejaRAJKOTRAJKOT TALUKA POLICE STATIONTop Gujarati News
Next Article