Rajkot Court Judgment: કોર્ટનો મોટો ચુકાદો, 2 હોટલ સંચાલકોને જેલ અને લાખોનો દંડ
- આરોગ્યને લઈ Rajkot Court નો મહત્વનો ચુકાદો
- આરોગ્ય સાથે ચેડા કરનારાઓને જેલ અને દંડ
- બે જાણીતી હોટલના ફૂડ નમૂના ફેલ થતા કાર્યવાહી
- કોર્ટે હોટલ સંચાલકોને ફટકારી જેલ અને દંડ
- GJ 3 ઢોસા કોર્નરના સંચાલકને ફટકારી 5 માસની સજા
Rajkot Court Judgment: જનતાના આરોગ્ય (health) સાથે ચેડાં કરનારા બેદરકાર અને ભેળસેળિયા હોટલ સંચાલકો વિરુદ્ધ રાજકોટ કોર્ટે (Rajkot Court) એક ઐતિહાસિક અને અત્યંત કડક ચુકાદો (landmark judgment) આપ્યો છે. રાજકોટની બે જાણીતી હોટલના ખાદ્ય પદાર્થોના નમૂના (food samples) ફેલ થવાના કેસમાં અદાલતે બંને હોટલના માલિકોને 5 અને 6 મહિનાની જેલની સજા તેમજ 50,000 થી લઈને 2,000,000 સુધીનો મોટો દંડ ફટકાર્યો છે. કોર્ટના આ કડક વલણથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વોમાં ભારે ફફડાટ મચી ગયો છે.
Rajkot માં 2019 ના ફૂડ સેમ્પલ કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો
આ સમગ્ર મામલો વર્ષ 2019નો છે, જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ (health department) દ્વારા શહેરમાં અલગ-અલગ ખાણી-પીણીની દુકાનો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન લેવામાં આવેલા ફૂડ સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગમાં અનફિટ (fail) જાહેર થયા હતા, જેના આધારે આરોગ્ય વિભાગ દ્વારા કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી (legal action) હાથ ધરવામાં આવી હતી. આ લાંબી કાનૂની લડત બાદ કોર્ટે નીચે મુજબની કડક સજા ફટકારેલ છે.
GJ 3 ઢોસા કોર્નરના સાંભારનો નમૂના થયો હતો ફેલ
રાજકોટના અંબિકા ટાઉનશિપ પાસે આવેલા પ્રખ્યાત GJ 3 ઢોસા કોર્નર માંથી આરોગ્ય વિભાગે સાંભારનો નમૂનો લીધો હતો, જે ટેસ્ટિંગમાં ફેલ સાબિત થયો હતો. અદાલતે આ હોટલના સંચાલક રવિ પ્રવિણભાઇ મેઘાણીને દોષિત જાહેર કરી 5 મહિનાની જેલની સજા (imprisonment) અને 50,000નો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડની રકમ ભરપાઈ નહીં કરે તો તેણે વધુ 2 મહિના જેલમાં વિતાવવા પડશે.
જય દ્વારકાધીશ હોટલની લસણ ચટણી નમૂનો ફેલ
યુનિવર્સિટી રોડ પર આવેલી જાણીતી જય દ્વારકાધીશ હોટલ માંથી લેવામાં આવેલો લસણ-મરચાની ચટણીનો નમૂનો પણ ગુણવત્તાના ધોરણો પર ખરો ઉતર્યો ન હતો. આ મામલે કોર્ટે હોટલ સંચાલક કનુ નાગજી બાંભવાને 6 મહિનાની સખત કેદ અને 2,000,000 નો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. આ કેસમાં પણ જો સંચાલક દંડ ન ભરે, તો તેને વધુ 6 મહિના જેલની સજા ભોગવવાનો આકરો હુકમ (order) કરાયો છે.
રાજકોટ કોર્ટના આ સીમાચિહ્નરૂપ ચુકાદાએ હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે અખતરા કરનારાઓને કાયદો કોઈપણ સંજોગોમાં છોડશે નહીં.
આ પણ વાંચો: Bhavnagar News: GETCO ની મરામત કામગીરીને પગલે બે દિવસ વીજકાપ, જુઓ વિસ્તારોનું લિસ્ટ


