Rajkot crime branch: પોલીસે વેશ પલટો કરી 12 વર્ષથી ફરાર ડબલ મર્ડરના આરોપીને ઝડપ્યો
- 2012માં આરોપીએ કરી હતી બે લોકોની હત્યા
- 12 વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે દિલ્હીથી ઝડપી પડ્યો
- પોલીસની ટીમે વેશ પટલો કરીને આરોપીને ઝડપી પાડ્યો
Rajkot crime branch: ગુજરાતમાં જે પ્રકારે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી છે, તેની સામે પોલીસ પણ આરોપીઓને ઝડપી પાડવા માટે સક્રિય બની છે. 2012 માં ભક્તિનગર પોલીસ મથકમાં થયેલ ડબલ મર્ડરના આરોપીને ઝડપી પાડવા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પાંચ દિવસ સુધી ફ્રુટ લારી, મજૂરી કરી, ગરમ કપડાં વેચ્યા, રિક્ષા ચલાવી અને અંતે પોલીસને સફળતા મળી છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના આરોપીને મળી મોટી સફળતા
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ.એમ.આર.ગોંડલિયા ટેકનિકલ સર્વેલન્સ ટીમ દ્વારા બાતમી મળી કે, ભક્તિનગર પોલીસ મથકમાં 2012 થયેલ ડબલ મર્ડર ગુનામાં છેલ્લા 12 વર્ષથી ફરાર આરોપી પવન ઉર્ફે પ્રવીણ શર્મા દિલ્હી ગાઝિયાબાદ તરફ અલગ અલગ વિસ્તારમાં રહી મજૂરી કામ કરી રહેણાક કરે છે. જેની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચ પો.આઇ.મેહુલ ગોંડલિયા દ્વારા સમગ્ર ઓપરેશનની કમાન સાંભળી અને આરોપીને જડપી પાડવા માટે PSI એન.એમ.પરમાર અને તેની ટીમને કામગીરી સોંપી હતી.
આ પણ વાંચો: Ahmedabad : હાઇબ્રિડ ગાંજાનાં જથ્થા સાથે એકની ધરપકડ, કરોડોમાં છે કિંમત
5 દિવસ પોલીસે તપાસ કરીને આખરે આરોપીને ઝડપી લીધો
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના PSI એન.એમ.પરમાર અને તેમના ASI જયદીપસિંહ વાઘેલા પોલીસ કોસ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલા, હસમુખ સબાડ અને મોહિલરાજસિંહ ગોહિલ દિલ્હી ગાઝિયાબાદ ટીમ રવાના કરી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના PI મેહુલ ગોંડલિયા દ્વારા ટીમને લીડ કરવામાં આવી હતી. જેમાં 5 દિવસ પોલીસ જવાનોની ટીમ દ્વારા ગાઝિયાબાદમાં અલગ અલગ વિસ્તારમાં કોઈ ફ્રુટ વેચ્યું, કોઈએ ગરમ કપડા વેચતા જોવા મળ્યા તો કોઈ ઓટોરિક્ષા અને મજૂરી માટે જે સાઇકલ રીક્ષા ચલાવી અને ગુપ્ત રીતે આરોપીની શોધખોળ શરૂ કરી અને સફળતા મેળવી હતી. 12 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ટીમને સફળતા મળી અને ડબલ મર્ડરમાં છેલ્લા 12 વર્ષથી ફરાર આરોપી પવન ઉર્ફે પ્રદીપ શર્માને ઝડપીને રાજકોટ લાવવામાં આવ્યો.
આ પણ વાંચો: Ahmedabad : 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો સક્રિય, વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝબ્બે
12 વર્ષે રાજકોટ પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો
જોકે રાજકોટ લાવ્યાં બાદ આરોપીને ભક્તિનગર પોલીસને સોંપવામાં આવ્યો. આરોપીની ધરપકડ કરી પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરી આરોપીના રિમાન્ડ માંગવા આવશે. આરોપીએ કરેલી હત્યા અને 12વર્ષ થી ક્યાં કયા ફરાર રહ્યો તેને લઈ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. જો કે, રાજકોટ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી દીધો છે.
અહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ
આ પણ વાંચો: Gujarat First Impact : Operation 'Asur' બાદ દીવ અને કચ્છમાં પોલીસની મોટી કાર્યવાહી!