Rajkot Crime News: ઓટો રિક્ષામાં ગાંજાની હેરાફેરી, 4 કિલો ગાંજા સાથે મહિલા સહિત 3 ઝડપાયા
- રાજકોટ (Rajkot) માં ગાંજા સાથે 3 આરોપી ઝડપાયા
- રામનાથપરામાં રિક્ષામાંથી ગાંજો ઝડપાયો
- મહિલા સહિત 3 આરોપીની પોલીસે ધરપકડ કરી
- પોલીસે 3.34 લાખનો 4099 કિલો ગાંજો જપ્ત કર્યો
- આરોપીમાં એક મહિલા રાજકોટની શબાના સુમરા
- બોટાદના બે શખ્સોની પણ ધરપકડ કરાઈ
- આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો તેની તપાસ શરૂ
Rajkot Crime News: રાજકોટ (Rajkot) શહેરમાં ડ્રગ્સ અને નશાના કારોબાર સામે પોલીસે સખત વલણ અપનાવ્યું છે. આ કડીમાં રાજકોટ એ ડિવિઝન પોલીસ (Rajkot A Division Police) ને મળેલી ચોક્કસ બાતમીના આધારે રામનાથપરા વિસ્તારમાંથી એક મહિલા સહિત ત્રણ આરોપીઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે.
રાજકોટ (Rajkot) માં ગાંજા સાથે 3 આરોપી ઝડપાયા
રાજકોટના રામનાથપરા ગરબી ચોક વિસ્તારમાં એક ઓટો રિક્ષામાં શંકાસ્પદ ગાંજો હોવાની બાતમી એ ડિવિઝન પોલીસને મળી હતી. પોલીસે તાત્કાલિક અસરથી વોચ ગોઠવી રિક્ષાને અટકાવી તલાશી લેતા તેમાંથી મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 3.34 લાખ રૂપિયાની કિંમતનો આશરે 4 કિલોથી વધુ (4.099 કિલો) ગાંજો જપ્ત કર્યો છે.
આરોપીઓની સઘન પૂછપરછ શરુ
આ કેસમાં પોલીસે રાજકોટની શબાના સુમરા નામની મહિલાની ધરપકડ કરી છે, જે રામનાથપરામાં જ રહે છે. તેની સાથે બોટાદના બે શખ્સો સોહિલ સિપાઈ અને ફિરોઝ ગાંજાની પણ પોલીસે ધરપકડ કરી છે. હાલમાં એ ડિવિઝન પોલીસ દ્વારા આ ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે કે આ ગાંજાનો જથ્થો તેઓ ક્યાંથી લાવ્યા હતા અને રાજકોટમાં કયા સ્થળે તેનું વેચાણ (Distribution) કરવાનું તેમનું આયોજન હતું. આ ઘટનાને પગલે નશાના કારોબારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો:RTE Admission 2026: RTE પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ 25 મેથી શરૂ, જાણો સંપૂર્ણ વિગત


