Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Rajkot: સાંસદની ટકોર છતાં પાટીદાર સમાજમાં પૈસાનો વ્યવહાર! પત્નીએ 1 કરોડ માટે સાસરિયાં પર પથ્થરના ઘા કર્યા

Rajkot: હજુ હમણાં જ રાજકોટ (Rajkot) ના સાંસદ પરસોત્તમ રૂપાલા (Parasottam Rupala) એ સુરત (Surat) ના જાહેર મંચ પરથી કૌટુંબિક વિવાદો અને સામાજિક મૂલ્યો અંગે નિવેદન આપ્યું હતું, ત્યાં જ રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટમાં એક પત્નીએ પોતાના પતિ પાસે છૂટાછેડાના બદલામાં 1 કરોડ રૂપિયા જેવી માતબર રકમની માંગણી કરી સાસુના ઘરે હંગામો મચાવતા ચકચાર જાગી છે.
rajkot  સાંસદની ટકોર છતાં પાટીદાર સમાજમાં પૈસાનો વ્યવહાર   પત્નીએ 1 કરોડ માટે સાસરિયાં પર પથ્થરના ઘા કર્યા
Advertisement
  • રાજકોટ (Rajkot) ના સાંસદની ટકોર છતાં પાટીદાર સમાજમાં પૈસાનો વ્યવહાર!
  • છૂટાછેડાના કેસમાં પત્નીએ માગ્યા એક કરોડ રૂપિયા
  • પત્નીએ છૂટાછેડા માટે માગ્યા એક કરોડ રૂપિયા
  • સાસુના ઘરે જઈ ધમાલ કરી પથ્થરના ઘા કરી ધમકી આપ્યાનો આરોપ
  • સાસુએ પુત્રવધુ સામે ભક્તિનગર પોલીસમથકમાં નોંધાવી ફરિયાદ

Rajkot: રાજકોટ (Rajkot) માં છૂટાછેડાના મામલે તીવ્ર વિવાદ સામે આવ્યો છે. એક મહિલાએ પોતાના પતિ અને સાસરિયાં પાસેથી 1 કરોડ રૂપિયાની માંગણી કરી છે. છેલ્લા બે વર્ષથી પતિ કિરણ ધવા સાથે અલગ રહેતી આ પત્નીએ સાસુના ઘરે જઈને ધમાલ મચાવી હતી. તેણે પથ્થરોના ધા માર્યા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.સમગ્ર ઘટના બાદ સાસુએ પુત્રવધૂ સામે ભક્તિનગર પોલીસ (Bhaktinagar Police) મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે પુત્રવધૂએ ઘરમાં હુમલો કરીને પરિવારને ધમકી આપી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને ઘટનાની તપાસ હાથ ધરી છે.

Rajkot-Parasottam Rupala- Gujarat first

Advertisement

રાજકોટ (Rajkot) માં પત્નીએ છૂટાછેડા માટે માગ્યા 1 કરોડ રૂપિયા

રાજકોટમાં એક ચર્ચિત છૂટાછેડાના કેસમાં પાટીદાર સમાજમાં ચાલતી પૈસાની માંગણીની પ્રથા ફરી એકવાર ચર્ચામાં આવી છે. થોડા દિવસ પહેલાં જ રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા (MP parasottam rupala) એ સુરત (Surat) ના જાહેર સ્ટેજ પરથી પાટીદાર સમાજમાં છૂટાછેડા વખતે પત્ની પક્ષ તરફથી ભારે રકમની માંગણી કરવાની પ્રથા પર તીવ્ર ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે આવી પ્રથા સમાજ માટે હાનિકારક છે અને તેને બંધ કરવી જોઈએ.પરંતુ સાંસદની આ ટકોરના થોડા જ દિવસોમાં રાજકોટમાં એક એવી ઘટના બની છે જેણે આ મુદ્દાને ફરી ઉજાગર કરી દીધો છે.

Advertisement

 પત્નીએ સાસરિયાંઓને આપી જાનથી મારવાની ધમકી

અહીં એક પત્નીએ પોતાના પતિ કિરણ ધવા પાસેથી છૂટાછેડા માટે એક કરોડ રૂપિયાની માંગણી કરી છે. છેલ્લા બે વર્ષથી પતિ-પત્ની અલગ રહે છે.આ મામલે વધુ તીવ્રતા ત્યારે આવી જ્યારે પત્નીએ સાસુના ઘરે જઈને ધમાલ મચાવી હતી. તેણે પથ્થરોના ઘા માર્યા અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આરોપ છે. આ ઘટના બાદ સાસુએ પુત્રવધૂ સામે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને બંને પક્ષોના નિવેદનો લઈ રહી છે.

આ ઘટના એ બતાવે છે કે સમાજમાં છૂટાછેડા વખતે નાણાકીય માંગણીઓ અને હિંસાના કિસ્સા હજુ પણ વધી રહ્યા છે. સાંસદ રૂપાલાની ટકોર છતાં આ પ્રથા યથાવત્ ચાલુ રહેવી એ ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો: Studio on Wheels:"પ્રાકૃતિક ખેતી જ બચાવશે માનવજાત" રાજ્યપાલ Acharya Devvrat એ સમજાવ્યું પ્રાકૃતિક ખેતીનું મહત્વ

Tags :
Advertisement

.

×