Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot News: રાજકોટ જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોનું લિસ્ટ જાહેર, જાણો કોને કયું પદ મળ્યું?

Rajkot News: રાજકોટ જિલ્લા પંચાયતના નવા પદાધિકારીઓની વરણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના વહીવટને વધુ ગતિશીલ બનાવવા માટે ભાજપ દ્વારા વિવિધ હોદ્દાઓ પર જવાબદાર અને અનુભવી આગેવાનોની નિમણૂક કરવામાં આવી છે.
rajkot news  રાજકોટ જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોનું લિસ્ટ જાહેર  જાણો કોને કયું પદ મળ્યું
Advertisement
  • Rajkot જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી કરાઈ
  • પ્રમુખ સંજયભાઈ પીપળિયા, ઉપપ્રમુખ સામત બાંભવા
  • કારોબારી ચેરમેન નરશીભાઈ સોજીત્રા, દંડક અમરશી ચૌહાણ
  • રાજકોટ જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેનની વરણી
  • કારોબારી ચેરમેન પદ લેઉવા પટેલ અગ્રણીને અપાયું
  • જેતપુર તાલુકા પૂર્વ મહામંત્રીની કારોબારી ચેરમેન તરીકે વરણી
  • જેતપુર તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે યથાવત

Rajkot News:રાજકોટ જિલ્લા પંચાયતના નવા પદાધિકારીઓની વરણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના વહીવટને વધુ ગતિશીલ બનાવવા માટે ભાજપ દ્વારા વિવિધ હોદ્દાઓ પર જવાબદાર અને અનુભવી આગેવાનોની નિમણૂક કરવામાં આવી છે.

Rajkot જિલ્લા પંચાયતની નવી ટીમ

નિયુક્ત કરાયેલા પદાધિકારીઓનીમાં સંજયભાઈ પીપળિયાની પ્રમુખ તરીકે અને સામત બાંભવાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તેમજ નરશીભાઈ સોજીત્રા કારોબારી ચેરમેન અને અમરશી ચૌહાણ દંડક બન્યા છે. જ્યારે પારુલબેન કણસાગરા પક્ષના નેતા બન્યા છે.

Advertisement

Rajkot District Panchayat New Office Bearers- gujarat first

Advertisement

નરશીભાઈ સોજીત્રાની નિમણૂક પર વિશેષ ભાર

જિલ્લા પંચાયતના મહત્વના ગણાતા 'કારોબારી ચેરમેન' પદ માટે લેઉવા પટેલ અગ્રણી નરશીભાઈ સોજીત્રાની પસંદગી કરવામાં આવી છે. નરશીભાઈ જેતપુર તાલુકાના પેઢલા બેઠક પરથી ચૂંટાઈને આવ્યા છે. તેઓ જેતપુર તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે અને હાલ તેઓ જેતપુર તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે પણ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. તેમને આ મહત્વનું પદ મળતા જેતપુર પંથકના ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

Rajkot District Panchayat New Office Bearers- gujarat first

આ પણ વાંચો:  Bhavnagar News: પ્રથમવાર ચૂંટણી લડ્યા અને સીધા જ જિલ્લા પ્રમુખ! જાણો કોણ છે અશોક લાધવા?

Tags :
Advertisement

.

×