Train Cancelled News: અમદાવાદ ડિવિઝનના ચાંદલોડિયા ઈસ્ટ અને વિરમગામ સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળ દોડતી ટ્રેનોના સંચાલન પર મોટી અસર પડી છે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અપડેટ રહેવા અને યાત્રા શરૂ કરતા પહેલા ટ્રેનની સ્થિતિ ચકાસી લેવા અપીલ કરવામાં આવી છે.
Train Cancelled News: અમદાવાદ ડિવિઝનના ચાંદલોડિયા ઈસ્ટ અને વિરમગામ સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળ દોડતી ટ્રેનોના સંચાલન પર મોટી અસર પડી છે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને અપડેટ રહેવા અને યાત્રા શરૂ કરતા પહેલા ટ્રેનની સ્થિતિ ચકાસી લેવા અપીલ કરવામાં આવી છે. આ અસરને કારણે કેટલીક ટ્રેનો સંપૂર્ણ રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોના માર્ગ ડાયવર્ટ કે આંશિક ટૂંકાવવામાં આવ્યા છે.
સંપૂર્ણ રદ્દ કરાયેલી ટ્રેનોની વિગતો
- ટ્રેન નંબર 19218 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, જે 25 જુલાઈ 2026 ના રોજ પોતાના નિર્ધારિત સમયે ઉપડવાની હતી, તે રેકની અપ્રાપ્યતા (શોર્ટએજ) ને કારણે પૂર્ણપણે રદ્દ રહેશે.
- ટ્રેન નંબર 19015 દાદર–પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, જે 25 જુલાઈ 2026 ના રોજ પોતાના નિર્ધારિત સમયે ઉપડવાની હતી, તે રેકની અપ્રાપ્યતાને કારણે પૂર્ણપણે રદ્દ રહેશે.
- ટ્રેન નંબર 19120 વેરાવળ–ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ, જે 25 જુલાઈ 2026 ના રોજ પોતાના નિર્ધારિત સમયે ઉપડવાની હતી, તે રેકની અપ્રાપ્યતાને કારણે પૂર્ણપણે રદ્દ રહેશે.
આંશિક રીતે રદ્દ / આંશિક રીતે શરૂ થનારી ટ્રેનો
- ટ્રેન નંબર 16338 એર્નાકુલમ–ઓખા એક્સપ્રેસ, જેણે 22 જુલાઈ 2026 ના રોજ પોતાની મુસાફરી શરૂ કરી હતી, તે 25 જુલાઈ 2026 ના રોજ અમદાવાદ સ્ટેશન પર આંશિક રીતે સમાપ્ત થશે અને આ ટ્રેન અમદાવાદ–ઓખા વચ્ચે રદ્દ રહેશે.
- ટ્રેન નંબર 16337 ઓખા–એર્નાકુલમ એક્સપ્રેસ, જે 25 જુલાઈ 2026 ના રોજ ઓખાથી ઉપડવાની હતી, તે હવે અમદાવાદથી પોતાના નિર્ધારિત સમયે શરૂ થશે તથા આ ટ્રેન ઓખા–અમદાવાદ વચ્ચે રદ્દ રહેશે.
- ટ્રેન નંબર 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, જે 25 જુલાઈ 2026 ના રોજ પોતાના નિર્ધારિત સમયે ઉપડવાની હતી, તે રાજકોટ સ્ટેશન પર આંશિક રીતે સમાપ્ત થશે.
ડાયવર્ટ કરાયેલા માર્ગે અને સમય ફેરફારવાળી ટ્રેનો
- ટ્રેન નંબર 22958 વેરાવળ–ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ, જેણે 24 જુલાઈ 2026 ના રોજ ઉપાડવાની, તે વિરમગામ–મહેસાણા–કલોલ–ગાંધીનગર કેપિટલ માર્ગ પર ડાયવર્ટ કરેલ છે.
- ટ્રેન નંબર 26901 સાબરમતી–વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ, જે 25 જુલાઈ 2026 ના રોજ ઉપડવાની હતી, તે હવે સવારે 05:25 વાગ્યાના બદલે 07:30 વાગ્યે ઉપડશે તથા સાબરમતી–મહેસાણા–વિરમગામ માર્ગ પર ચલાવવામાં આવશે.
આ પણ વાંચો: LIVE: Gujarat Latest News : ગુજરાતમાં એકસાથે 5 વેધર સિસ્ટમ સક્રિય, 7 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું